હાલોલ નગરની ફર્સ્ટ સ્ટેપ સ્કૂલ નો ત્રીજો વાર્ષિક રસોત્સવ આનંદ ઉત્સાહના વાતાવરણમાં યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૩.૨૦૨૫
હાલોલ નગરની ફર્સ્ટ સ્ટેપ સ્કૂલ નો ત્રીજો વાર્ષિક રસોત્સવ નગરના પાવાગઢ રોડ પર આવેલ શાઇ મંદિર ના પન્ટાગન માં શાળા સંચાલકો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.હાલોલ નગરની નાના ભૂલકાંઓની ફર્સ્ટ સ્ટેપ સ્કૂલ આવેલ છે સ્કૂલ ધ્વારા પ્રતિ વર્ષે શાળાનો વાર્ષિક રસોત્સવ ઊજવવામાં આવે છે જે અંતર્ગત ગતરોજ શાળાનો ત્રીજો વાર્ષિક રસોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા સંચાલક લીના શાહ ધ્વારા શાળાનો વર્ષ દરમ્યાનનો શાળાકીય પ્રવૃતિઓનો ચિતાર રજૂ કર્યો હતો જ્યારે નાના ભૂલકાંઓ ધ્વારા રજૂ કરાયેલા વૃક્ષ બચાવો , પર્યાવરણ બચાવો,પાણી બચાવો તેમજ સ્વછતા ઉપર જુદી જુદી થીમ ધ્વારા અનેક પ્રવૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં નાના ભૂલકાંઓએ હાલોલ નગરને સ્વચ્છ રાખવાની નેમ સાથે નગરના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા વાહનોમાં સંગીતમય વાગતા ગીત જે ગાડી વાલા આયા હૈ કચરા નિકાલ નું ગીત પ્રસ્તુત કરતા આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું ઉપસ્થિત સૌ ને નગરને સ્વચ્છ રાખવું એ સૌ નાગરિકોની ફરજ છે એ આપડી એક નૈતિક ફરજ છે તેવો સંદેશો આપવાનો પ્રયાસ શાળા તરફથી કરવામાં આવ્યો હતો જેને લઈ ઉપસ્થિત શિક્ષકઘણ વાલીઓ તેમજ આમંત્રિત મહેમાનો રજૂ કરેલી પ્રસ્તુતિ નિહાળી આશ્રય ચકિત થઈ ગયા હતા.