કાલોલ માં બે કલાક ધોધમાર વરસાદ વરસતા નગરપાલિકામાં પાણી ઘુસ્યા,આંખી નગરપાલિકા પાણી થી લબાલબ.!!

તારીખ ૨૩/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં લાંબા વિરામ બાદ બપોરના એક વાગ્યાના અરસામાં કડાકા ભડાકા સાથે સતત બે કલાક સુધી ખાબકેલા ભારે વરસાદમાં નગર નો જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું જ્યાં અગાઉના સમયમાં કાલોલ નગરપાલિકા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયા બાદ તંત્રએ કોઈ કાર્યવાહી હાથ ન ધરતા આજે ફરી એકવાર નગરપાલિકા સહિત આજુબાજુની દુકાનો અને મકાનોમાં પાણી ઘુસી ગયા હતા અને સ્થાનિકોના જણાવ્યા મુજબ આંખી નગરપાલિકા પાણીમાં લબાલબ છે ત્યારે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે અમુક વિસ્તારોમાં વરસાદી પાણીને વહેવા માટે રસ્તો ન મળતા આ પાણી નગરપાલિકા અને શાકમાર્કેટની આજુબાજુ વિસ્તારની દુકાનોમાં ઘુસી જતા જેને પગલે લોકોમાં આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેને લઇ જવાબદાર તંત્રની નિષ્ક્રિયતાના પરિણામે આજે ફરી એકવાર આવી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓ સાથે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર બે કલાકમાં ખાબકેલા અનરાધાર વરસાદે તંત્રની અણધડ નીતિ અને પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.









