KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગ્રામ પંચાયત એ દબાણની આડમાં માટીનો વેપલો કર્યા નો આક્ષેપ.રોડ ની સાઈડ માંથી જેસીબી મશીન અને ટ્રેક્ટરો દ્વારા ખનન.

 

તારીખ ૨૫/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર ગ્રામ પંચાયત એ મેહલોલ ચોકડી પાસે આવેલ સર્વે નંબર ૯૬૬ ગૌચર જમીન માં કલેકટર ની મંજૂરી મેળવ્યા વગર કેબીનો અને નાના લારી ગલ્લા ના વેપારી ઓને દબાણ અંગે નોટિસો ફટકારી હતી જેને લઈ નાના લારી ગલ્લા અને કેબીન ધારકો દ્વારા સ્વૈચ્છિક લારી ગલ્લા અને કેબીનો હટાવી લીધા હતા જેથી વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી અને વેજલપુર ગ્રામ પંચાયત નો વહીવટ કર્તાઓ દ્વારા દબાણ ની આડમાં રોડ ઓથોરિટી ની મંજૂરી વગર રોડ ની બિલકુલ નજદીક માંથી માટી ખોદકામ કરી માટી નો વેપલો કર્યો રોડ ની સાઈડ માંથી જીસીબી મશીન અને ટ્રેક્ટરો દ્વારા માટી નું ખનન કરતા રોડ ની મિલકત ને ભારે નુકસાન અને વેજલપુર ગ્રામ પંચાયત પાસે તેમજ શોપિંગ સેન્ટરો ના પાકા દબાણો યથાવત વેજલપુર મેહલોલ ચોકડી પાસે આવેલ સર્વે નંબર ૯૬૬ ગૌચર માં દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. દબાણ હટાવવાના નામે વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા જી.સી.બી મશીનરી ઉતારી અંધાધૂંધ ખોદકામ કરી દબાણ વાળા સ્થળ પર મોટા મોટા ખાડાઓ પાડી દેવાતા પરિસ્થિતિ વધુ જોખમી બની ગઈ છે. વેજલપુર ગામના સ્થાનિકોમાં ભારે આક્રોશ છે કે દબાણ દૂર કરવાની કાર્યવાહી પારદર્શક અને વ્યવસ્થિત હોવી જોઈએ, પરંતુ અહીં બેદરકારીપૂર્વક કરાયેલા ખોદકામ ને કારણે માર્ગ સુરક્ષા તેમજ જનહિત પર સીધી અસર પડી રહી છે. દબાણ હટાવવાના બદલે લોકો માટે નવા જોખમો ઊભા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.ત્યારે દબાણો દૂર કરવાના ખેલો સામે દબાણ વાળી જગ્યાએથી રોડની હદ વિસ્તારમાં આવેલી જગ્યાએ ખોદકામ કરીને વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા માટીનું વેચાણ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે ત્યારે ગૌચર જમીન મુદ્દે હવે તંત્રના જવાબોમાં સ્પષ્ટ વિસંગતતા સામે આવી રહી છે. પત્રકાર દ્વારા તલાટી-કમ-મંત્રીનો સંપર્ક કરતા તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે “અમોએ કોઈ માટી કાઢી નથી, માત્ર જમીન સમતળ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.”પરંતુ બીજી બાજુ, ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા તલાટી ક્રમ મંત્રી ને પૂછપરછ કરતા એ જ તલાટીએ અલગ જ વાત કહી — “અમોએ જે માટી પુરી હતી, એ જ માટી પાછી કાઢવામાં આવી છે.” એક જ મુદ્દે બે વિપરીત નિવેદનો સામે આવતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે તલાટી દ્વારા મીડિયા અને ટોલ પ્લાઝાના કર્મચારીઓને ગોળમટોળ જવાબ આપી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પારદર્શિતાનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. હવે પ્રશ્ન એ છે કે — સચ્ચાઈ શું છે? શું ગૌચર જમીન પર ખરેખર ગેરરીતિ થઈ છે કે પછી જવાબદારીથી બચવા માટે તંત્ર ભ્રામક માહિતી આપી રહ્યું છે? આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે.અને વધુમાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખડકી ટોલ પ્લાઝા દ્વારા સ્થળની તાત્કાલિક મુલાકાત લેવામાં આવી હતી અને સમગ્ર સ્થિતિનો અહેવાલ મેળવવામાં આવ્યો હતો.ત્યારે હવે ખડકી ટોલ પલાઝાના અધિકારીઓ દ્વારા આ રોડ ઉપરની કોઈ પણ રોડ ખાતાની કે જીલ્લા કલેકટર કે તાલુકાના વહીવટી તંત્રની મજૂરી વગર જે ખોદકામ કરીને રોડની સાઈડ માં આવેલ પગતિપંથ તેમજ રોડ ની જ્ગ્યા ને નુકસાન પોહચાડેલ છે તો રોડ ઓથોરિટી દ્વારા વેજલપુર ગ્રામ પંચાયત વિરુદ્ધ ક્યાં પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે હવે જોવું રહ્યું વેજલપુર ગ્રામ પંચાયત એ ગૌચર જમીન માં આવેલ લારી ગલ્લા વાળા ઉપર કાર્યવાહી કરી સરપંચ સહિત ના ગામમાં બીજા ગૌચર સર્વે નંબર ની જમીનમાં પાકા દબાણો યથાવત વેજલપુરમા આવેલ મેહલોલ ચોકડી પાસેના ગૌચર જમીન પાસે આવેલ રોડ ઉપરનાજ એકલાજ દબાણો દૂર કર્યા અને બસ સ્ટેન્ડની આજુબાજુના અન્ય રોડ ઉપરના દબાણો યથાવત રહેતા ગ્રામ પંચાયત ઉપર ગંભીર આક્ષેપો આખરે પંચાયત અન્ય દબાણો ક્યારે દૂર કરશે તેવા સવાલો વેજલપુર ગ્રામ પંચાયત ઉપર ઉઠ્યા છે.

 

Back to top button
error: Content is protected !!