
સમીર પટેલ, ભરૂચ
ઝઘડિયાના ગુમાનદેવ-નાનાસાંજા ત્રણ રસ્તા પાસે એક મહિલા ઉપર થયેલા જાનલેવા હુમલાનો ભેદ ઉકેલી ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્નીના ત્રાસથી પતિએ જ મિત્રો સાથે મળીને પત્નીને પતાવી દેવાનો કારસો રચ્યો હતો. પોલીસે પતિ અને તેના મિત્રોને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ નાના- સાંજા પાસે પટેલ લસ્સી સેન્ટર નામનો ગલ્લો અનીતા યોગેશભાઇ પટેલ રહે બોરીટાના ચલાવે છે. ગત 31મી ઓકટોબરના રોજ બે અજાણ્યા ઈસમોએ ગલ્લા પર આવી સીગારેટ પીવા માંગ્યા બાદ સતત બે કલાક સુધી તેમના ગલ્લા પર સીગારેટ પીધા બાદ અચાનક મોકો જોઈ એકલતાનો લાભ લઈ તે અજાણ્યા ઇસમે ચાકુ વડે તીક્ષ્ણ હથીયારથી અનીતાના કાનથી નીચેના ભાગે ગળાના ભાગે તથા છાતીના ભાગે કુલ ત્રણ ઘા મારીને ખૂન કરવાના ઇરાદે ગંભીર ઈજા પહોંચાડી ભાગી ગયા હતાં. આ હુમલામાં ઘાયલ થયેલી મહિલાને તેનો પતિ તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડી હતી. જેમાં ઝઘડિયા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
આ ગુનાની ગંભીરતા સમજી ભરૂચ LCB ની ટીમે તપાસ હાથ ધરી હતી. ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે હકીકત મળ હતી કે, આ ખુની હુમલામાં ફરીયાદી અનિતાનો પતી યોગેશભાઇ પટેલની સંડોવણી છે. જેથી પોલીસે યોગેશ પટેલને ઝઘડિયા પોલીસ સ્ટેશન બોલાવી ઉંડાણ પુર્વક પુછપરછ કરતા યોગેશે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, તેની પત્ની અનીતા પટેલ ઘણા સમયેથી તેને અવાર- નવાર ખૂબ જ ત્રાસ આપતી હતી. તેથી તેની હત્યા કરવા માટે તેના મીત્રો કુળવેશ ઉર્ફે કાલુ પ્રવીણ ભાઇ વસાવા રહે, ફાધર કવાટર ઝગડીયા તથા કીરણ વસાવા રહે સિંગલ ફળીયુ લિમોદરા ઝઘડિયાનો હોવાનું જણાવ્યું હતું.




