KALOL(Panchamahal)PANCHMAHAL

નિયમનો ભંગ પડ્યો ભારે: કાલોલ પોલીસે જુના નવા મોબાઈલ વેચાણનું રજીસ્ટર ન રાખનાર દુકાનદાર સામે નોંધ્યો ગુનો.

 

તારીખ ૧૩/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ એક મોબાઈલ દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવા અને જૂના મોબાઈલ ફોનનું વેચાણ કરવા છતાં તેની જરૂરી વિગતો દર્શાવતું રજીસ્ટર ન નિભાવવા બદલ દુકાન માલિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

કાલોલ પોલીસ સ્ટેશનન સ્ટાફ કાલોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડેરોલ સ્ટેશન પાસે કેટલાક મોબાઈલ દુકાનદારો નવા તેમજ જૂના મોબાઈલ ફોનનું વેચાણ કરે છે, પરંતુ કાયદાકીય જોગવાઈ મુજબ જરૂરી રજીસ્ટર રાખતા નથી.પોલીસે પંચોને સાથે રાખી પાડેલા દરોડામાં ભાંડો ફૂટ્યો

બાતમીના આધારે પોલીસે બે પંચના માણસોને સાથે રાખી ડેરોલ સ્ટેશન પાસે આવેલા ‘પરફેક્ટ મોબાઈલ પોઈન્ટ’ નામની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાન પર હાજર વ્યક્તિની પૂછપરછ કરતા તેનું નામ ખાલીદ સિકંદર તાસીયા (રહે. કાસીમાબાદ, તા. કાલોલ, જી. પંચમહાલ) હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે જ્યારે તેની પાસે નવા અને જૂના મોબાઈલ ફોનના ખરીદ-વેચાણ અંગેનું રજીસ્ટર માંગ્યું, ત્યારે તેણે આવું કોઈ પણ રજીસ્ટર ન નિભાવતા હોવાનું પંચોની રૂબરૂમાં સ્વીકાર્યું હતુ.મોબાઈલના ખરીદ-વેચાણનું રજીસ્ટર ન રાખીતા આરોપી ખાલીદ તાસીયા સામે બી.એન.એસ. (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!