કાલોલ શાંતિ નિકેતન એજ્યુકેશન સ્કૂલ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

તારીખ ૨૨/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
એકવીસમી જૂન એટલે વિશ્વ યોગ દિન,વિશ્વ યોગ દિન, જે એકવીસમી જૂન ના દિને સમગ્ર વિશ્વમાં ૧૦ માં વિશ્વ યોગ દિન ની ઉજવણી કરવામાં આવી હતી.ભારતીય સંસ્કૃતિની આ બહુમલ્યૂ ધરોહર ને વિશ્વસ્તરે પોહચયો હોય તેનો નો શ્રેય આપડા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને જાય છે. આપણે સૌ જીવન પર્યત યોગને આપણા જીવનનો હિસ્સો બનાવાનો દ્રઢ સંકલ્પ કરી સ્વસ્થ ગજરાત, અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ સંકલ્પ સાથે વિશ્વ યોગ દિન અંતર્ગત કાલોલ નગર સહિત તાલુકામાં મોટીસંખ્યામાં યોગ સાધકોએ યોગ કરી વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત કાલોલ તાલુકા કક્ષાનો કાલોલ શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ મોટી શામળદેવી રોડ પર આવેલ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા મોટીસંખ્યામાં શહેરીજનો ની ઉપસ્થિતીમાં યોગાસન કરાયાં હતાં.










