KALOL(Panchamahal)PANCHMAHAL

પાન્ડુ ખાતે હજરત સૈયદ દાદા સદર સરમસ્ત ના વાર્ષીક બે દિવસીય ઉર્ષની દબદબાભેર ઉજવણી.

તારીખ ૮ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નજીક આવેલ પાંડુ મેવાસ ગામે સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક સદનશાહ પીર દાદા ની દરગાહ આવેલી છે જે પરંપરાગતરીતે દરવર્ષે ઈસ્લામી ઝિલ્કદ મહિનાની મુસ્લીમ ૧૭/૧૮ તારીખે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.આ બે દિવસીય ઉર્ષ નિમિત્તે પાન્ડુ મેવાસ અશરફી કમેટી દ્રારા તારીખ ૭/૬/૨૦૨૩ બુધવારના રોજ ઉર્ષના પહેલા દિવસે ઝુલુસ સંદલ સાથે ભારે ભક્તિમય વાતાવરણમાં પાન્ડુ ગામના વિવિધ રસ્તાઓ ઉપરથી પસાર થઈ દરગાહ ખાતે આવી પહોંચતા જ સંદલ-ચાદરની રસમ અદા કરી હતી અને તારીખ ૮/૬/૨૦૨૩ ગુરુવારના રોજ દરગાહ ખાતે પધારનાર સર્વે શ્રદ્ધાળુઓ માટે આમ ન્યાઝનું આયોજન કરાયું હતું. હઝરત સૈયદ દાદા સદર સરમસ્ત બાબાના દરબારમાં બે દિવસીય ઉજવાયેલા દબદબાભેર ઉર્ષની ઉજવણી અંતર્ગત કાલોલ સહિત પંચમહાલ જીલ્લા તેમજ વડોદરાના સમગ્ર જીલ્લાના દૂર-દૂરથી પધારેલા હિન્દુ-મુસ્લીમ બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.હઝરત સૈયદ દાદા સદર સરમસ્ત બાબાના દરબારમાં સંદલ શરીફની રસમ હઝરત સૈયદ સજરઅલીબાબા મક્કનશરીફ ઉત્તર પ્રદેશ તેમજ હઝરત સૈયદ કલંદર બાબા પાલી સેવાલીયાવાળા સાથે સુરત સ્થિત રિફાઇ સાહેબની મોટી ગાદીના ધર્મગુરુ સૈયદ ગૌષુદ્દીન રિફાઇ હઝરત સાહેબ ના હસ્તે અદા કરવામાં આવી હતી.સાથે ભારે અકિદતપૂર્વક સલાતો સલામના નજરાનાની સાથે ફુલ ચાદર તેમજ ફાતેહા પેશ કરી સર્વે કલ્યાણ માટેની દુવા માંગવામાં આવી હતી.કહેવાય છે કે અહીંયા રાખવામાં આવતી દરેખ માનતા પૂર્ણતાના આરે પહોંચતી હોવાથી શ્રદ્રાળુઓનો મેળો વાર-તહેવારે લાગેલો રહેતો હોય છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!