કાલોલ શહેર સ્થિત એમએમ ગાંધી કોલેજ ખાતે યુવા મોરચા દ્વારા બજેટ સંદર્ભે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો.

તારીખ ૦૫/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ભારત સરકાર દ્વારા 2026 નું વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારતું અને યુવાનોને પ્રોત્સાહન આપતું બજેટ રજૂ થયું તેના સંદર્ભે કાલોલ ની એમ એમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પંચમહાલ જિલ્લાના ભાજપ યુવા મોરચા દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ કર્યો.જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ ,જિલ્લા ભાજપ યુવા મોરચા ના પ્રમુખ હાર્દિકભાઈ બારીયા, મહામંત્રી વિવેકભાઈ, મહામંત્રી હર્ષ વ્યાસ,કાલોલ ભાજપ મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ, તાલુકા ભાજપ મહામંત્રી વીરેન્દ્રસિંહ પરમાર,શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ સાથે મોટી સંખ્યા માં યુવા કાર્યકરો જોડાયા હતા જ્યાં જિલ્લા ભાજપ મંડળના મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલે બજેટ વિશે જણાવ્યું હતું કે આ બજેટ સામાન્ય માણસ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોની આકાંક્ષાઓ પર આધારિત છે. તેમણે આ બજેટને વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારતું બજેટ 2026-27 એ એક ઐતિહાસિક બજેટ છે, જે ભારતને આર્થિક મહાસત્તા તરફ આગળ વધારવાના લક્ષ્ય સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં મહિલાઓ, ખેડૂતો અને શ્રમિકોના સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે બજેટમાં યુવાનોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ રજૂ કરવામાં આવી છે.જેમાં શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગસાહસને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.બજેટમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ રજૂ કરવામાં આવી છે, જેમાં મહિલાઓના શિક્ષણ, આરોગ્ય અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.આ બજેટ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તેની સાથે વિકાસ લક્ષી બજેટ રજૂ કરવા બદલ તેમણે વડાપ્રધાન અને નાણામંત્રી નો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.







