KALOL(Panchamahal)PANCHMAHAL

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ સમર યોગ કેમ્પમાં પંચમહાલ જિલ્લાનો કાલોલ તાલુકો પ્રથમ સ્થાને જાહેર.

 

તારીખ ૦૪/૦૬/૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૦૦ જગ્યાએ ૨૦૦ સમર યોગ કેમ્પ ૨૦ થી ૨૯ તારીખ સુધી યોજાયેલ હતું,તેમાં પંચમહાલ જિલ્લામાં કાલોલ માં કાછીયા સમાજની વાડીમાં વિજય સિનેમા પાસે સમર કેમ્પ યોગ બોર્ડના ચેરમેન શીશપાલજી,વેદી ,સ્ટેટ કોર્ડી.રાજેશભાઈ પંચાલ ,ઝોન કૉર્ડી.પિંકીબેન મેકવાન, ડી કોર્ડી.સોનલબેન પરીખ અને સમર કેમ્પ ના મુખ્ય સંચાલકમાં કાલોલ માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ.કાજલબેન ગોપાલભાઈ જસવાણી ના દેખ રેખ હેઠળ સમર કેમ્પની ખૂબ જ ઉત્સાહ પૂર્વક પૂર્ણાહુતિ થઈ.કાલોલ ના સમર યોગ કેમ્પમાં ૧૩૦ બાળકો એ ભાગ લઈ તેમાં કાલોલ ના સમર કેમ્પને પંચમહાલ જિલ્લામાં પ્રથમ સ્થાને જાહેર કરાયુ જેથી બાળકોમાં ઘણી ખુશીનું વાતાવરણ છવાયું

Back to top button
error: Content is protected !!