
વિજાપુર પિલવાઇ ખેમરાજીવાસ મા મકાન મા શોર્ટ સર્કિટ થતા આગ લાગી ઘર વખરી બળી ને ખાખ
આર્થિક મોટું નુકશાન
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઇ ગામે આવેલ ખેમરાજી ના વાસ વિહોલ સમરુજી કાંનાજી મકાનમાં મોડી રાત્રીએ આગ લાગતાં આસપાસ ના મકાનો રહેતા લોકો બહાર દોડી આવ્યા હતા. આની જાણ ફાયર વિભાગ પાલીકા અને એપીએમસી ને કરતા ફાયર અધિકારી ભાવેન્દ્ર સિંહ અને તેમની ટીમ સ્થળ ઉપર પોહચી હતી. આગના બનાવ ને ગેસ એજન્સી 108 કર્મીઓ તેમજ સ્થાનીક વાયર મેનો પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. ઘણી મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધી મા તો ઘરમાં સાધનો ઘર વખરી વગેરે બળી જવા પામી હતી. જોકે સદ નશીબે કોઈ જાનહાની થઇ ન હતી. આ અંગે મકાન માલીકે જણાવ્યું હતુ કે ઘર માં ભગવાન માટે નો મંદિર બનાવેલ જેમાં લાઈટ નો બલ્બ ચાલુ હતો. તેમાં શોર્ટ સર્કિટ થતા હવા ના કારણે આગ વધુ ફેલાતા ઘર નો સાર સમાન ઘર વખરી સહિત બળી જતા આર્થિક મોટુ નુકશાન થયું છે. બનાવ ને ઇલેક્ટ્રિક સીટી બોર્ડ દ્વારા ખરેખર આગ શોર્ટ સર્કિટ થી લાગી છે કે કેમ તેને લઈ વીજળી બંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી. મકાન મા લાગેલ આગ ને કારણે બાજુ ના મકાન ને આગ ની જવાળા ને કારણે થોડી અસર પોહચી હતી. આગ ના કારણે જોકે કોઈ જાનહાની થઈ ન હતી.




