GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
પેરોલ ફલો સ્ક્વોર્ડ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અને ભોગ બનનારને શોધી કાઢ્યા.
તારીખ ૧૦/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પેરોલ ફલો સ્ક્વોર્ડ ના પીએસઆઇ બી એમ રાઠોડ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન મુજબ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુસજ્જ હતા ત્યારે આ. હે.કો ને હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ એનાલિસિસ થી બાતમી મળી કે કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ના આરોપી હિતેશભાઈ ગણપતભાઈ રાઠોડ રે. હિંમતપુરા તા કાલોલ હાલમા સાવલી જી વડોદરા ખાતે મજુરી કામ કરે છે જે આધારે પોલીસે તપાસ કરતા કંબોલા તા સાવલી ખાતે થી આરોપી હિતેશભાઈ ગણપતભાઈ રાઠોડ મળી આવતા તેને તથા ભોગ બનનારને આગળની કાર્યવાહી માટે કાલોલ પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યા છે.