વેજલપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને શોધી કાઢતી પેરોલ-ફર્લો સ્કવોર્ડ
તારીખ ૦૮/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી વધુમાં વધુ નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડ ગોધરા પો.સ.ઇ.બી.એમ.રાઠોડ એ પેરોલ ફર્લો સ્ટાફને નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે બાતમી હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી.જે આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડના એ.એસ.આઈ. હાર્દિકકુમાર કાનાભાઈ એ હ્યુમન સોર્સીસ દ્વારા બાતમી હકિકત મળેલ કે,વેજલપુર પો.સ્ટે.એ પાર્ટ નં૧૧૨૦૭૦૭૬૨૪૮૫૦/૨૦૨૪ બી એન એસ. ૨૦૨૩ ની કલમ ૧૩૭(૨),૮૭ તથા પોકસો એકટ કલમ ૧૨ મુજબના અપહરણના ગુન્હાના માં નાસતો ફરતો આરોપી અશ્વિન ઉર્ફે બોડો રમેશભાઈ ઉર્ફે ટીનાભાઈ વસાવા ઈસરોડીયા સીમ વિસ્તાર ખાતે હોવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ હોય જે બાતમી આધારે પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપતા ઉપરોકત આરોપી ઈસરોડીયા સીમ વિસ્તાર ખાતેથી મળી આવતા આરોપીને હસ્તગત કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી કરીને આરોપી વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.