GUJARATSABARKANTHA

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી નાણા અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ જુનાગઢ ના વિવિધ કામોના થયેલા લોકાર્પણ

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી નાણા અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ જુનાગઢ ના વિવિધ કામોના થયેલા લોકાર્પણ માં આદ્યશક્તિ ના પ્રથમ નવરાત્રી તીર્થધામ ગિરનાર પર્વતે અંબાજી મંદિર સુધી અંડરગ્રાઉન્ડ વીજળીકરણ પ્રોજેક્ટ અને સુત્રાપાડા પેટા વિભાગ કચેરીનું નવીન મકાન ઉદ્ઘાટન યાત્રાધામોમાં અંડરગ્રાઉન્ડ કેવલ નાખવાની કામગીરી તેમજ અન્ય કામોના લોકાર્પણ ગુજરાત સરકારના ઉર્જા અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે આજરોજ સવારના 9:00 કલાકે આસોપાલવ હોટલ જુનાગઢ ખાતે કરવામાં આવ્યું જેમાં જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર અને ગિર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન અને સંસદ સભ્ય જુનાગઢ રાજેશભાઈ ચુડાસમા અને જુનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તાલાલા ધારાસભ્ય ભગાભાઈ બારડ ઉપસ્થિત રહેલા હતા તમામનું સ્વાગત પીજીવીસીએલ ના એમડી શ્રીમતી પ્રીતિ શર્મા મેડમે કરેલ હતું આ પ્રસંગે મુખ્ય ઇજનેર જે જે ગાંધી અને આર જે વાળા અને પી જે મહેતા અને મેનેજર ફાઇનાન્સ મલકાન સાહેબ તેમજ મોટી સંખ્યામાં પીજીવીસીએલના અધિકારીઓ તેમજ ભાજપ પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહેલા હતા અને શહેરમાંથી મોટી સંખ્યામાં નાગરિક ભાઈ બહેનો ઉપસ્થિત રહેલા હતા. આ પ્રસંગે સંસદ સભ્ય શ્રી અને ધારાસભ્યશ્રીએ ઉર્જા મંત્રીશ્રી નો આભાર વ્યક્ત કરેલ હતો અને નવીન કામો માટે નાણામંત્રી શ્રી તરીકે અનેક માગણીઓ પણ મૂકી દીધેલ હતી સભારંભ ના અધ્યક્ષ શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે આ વિસ્તારને ગિરનારની આજુબાજુ ની પ્રજાને તેમજ સમગ્ર ગુજરાત તેમજ દેશભરથી આવતા ભક્તો માટે સતત રાત દિવસ ઉર્જા મળતી રહેશે વ્યક્ત કરેલ હતો અને નાણામંત્રી શ્રી તરીકે આ વિસ્તારના વિકાસ માટે તમામ કામો માટે જલ્દીથી પૂર્ણ કરવા ખાતરી આપેલ હતી આ તબક્કે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ચાર તાલુકા મંત્રીશ્રી અને જીપીએમસીના પ્રેસ રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ અને ખેડબ્રહ્મા ના શૈક્ષણિક ક્ષેત્રે તેમ જ સામાજિક અને સહકારી ક્ષેત્રે નામના ધરાવતા શ્રી રાજાભાઈ કે પટેલ નાણા અને ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાહેબને રૂબરૂ મુલાકાત લીધેલી હતી

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!