સુરેન્દ્રનગર જિલ્લામાં RSETI ખાતે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અન્વયે કાર્યક્રમ યોજાયો.
કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત અધિનિયમ ૨૦૧૩ તથા SHE BoX પર ફરિયાદ કરવા અંગે માહિતગાર કરાયા

તા.01/12/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત અધિનિયમ ૨૦૧૩ તથા SHE BoX પર ફરિયાદ કરવા અંગે માહિતગાર કરાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત જિલ્લાની RSETI આરસેટી સંસ્થા ખાતે “મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી” અભિયાન અન્વયે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત અધિનિયમ ૨૦૧૩ તથા SHE BoX પર ફરિયાદ કરવા અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત જિલ્લા મિશન કોર્ડીનેટર જલ્પાબેન ચંદેશરા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરી વિગતવાર જાણકારી આપવામાં આવી હતી ત્યારબાદ એડવોકેટ રાજેશ્રીબેન ત્રિવેદી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી DHEW ટીમ દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી મહિલાલક્ષી યોજનાઓ જેવી કે, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, વ્હાલી દિકરી યોજના વગેરે મહિલાલક્ષી યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી તેમજ પી.બી.એસ.સી સેન્ટરના કાઉન્સેલર ઇલાબેન દ્વારા પી. બી. એસ. સી સેન્ટરની માહિતી આપવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા ૨૫ નવેમ્બર થી ૧૦ ડીસેમ્બર, ૨૦૨૪ સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જુદાજુદા સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતતા લાવવાનાં સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.




