MEHSANAVIJAPUR

વિજાપુર બાર એસોસિયેશન અને કોર્ટ ના કર્મચારીઓ દ્વારા અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટના મા 317 થી વધુ મૃત્યુ પામેલ સદગત આત્મા ને શ્રદ્ધાંજલી અર્પી

વિજાપુર બાર એસોસિયેશન અને કોર્ટ ના કર્મચારીઓ દ્વારા અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટના મા 317 થી વધુ મૃત્યુ પામેલ સદગત આત્મા ને શ્રદ્ધાંજલી અર્પી

oppo_0

વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બાર એસોસિયેશન અને કોર્ટના કમરચરીઓ એ બાર કોર્ટ હોલ મા અમદાવાદ વિમાન ક્રેશમા પૂર્વ મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી સહિત 317 થી વધુ મૃત્યુ પામેલ સદગત આત્મા ને શાંતી માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. જેમાં કોર્ટના સિવિલ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ એસ અજમેરી અને ડી આર પટેલ દ્વારા બે મિનીટ મૌન પાળી મૃતકો ને શ્રદ્ધાંજલી આપી હતી.જ્યારે બાર એસોસિયેશન ના પ્રમુખ કૃણાલ પી બારોટ દ્વારા શોક ઠરાવ પસાર કરવા મા આવ્યો હતો અને મૃતકો ના દિવ્યા આત્મા માટે પ્રાર્થના કરવા મા આવી હતી જેમાં સરકારી વકીલ એમ એમ ઘોરી તેમજ સિનિયર વકીલો સહિત જુનિયર વકીલો તેમજ વકીલ મંડળ ના તમામ સભ્યો કોર્ટના કર્મચારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે બાર એસોસિયેશન ના પ્રમુખ કૃણાલ બારોટ અને આર એમ બારોટે જણાવ્યું હતુકે ગત રોજ અમદાવાદ એરપોર્ટ ઉપરથી લંડન તરફ જતી એર ઇન્ડિયા ની ફ્લાઇટ દુર્ઘટના મા પૂર્વ મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી તેમજ મેડિકલ ઓફિસરો તેમજ સ્કૂલ ના બાળકો સહિત 241 મુસાફરો કુલ 317 થી વધુ લોકો આ દુર્ઘટના મા મૃત્યુ પામેલ જેમની આત્મા ને પરમાત્મા શાંતી આપે તે માટે શોક ઠરાવ પસાર કરી મૌન પાળી પ્રાર્થના અને શ્રદ્ધાંજલી નો કાર્યક્રમ બાર એસોસિયેશન દ્વારા રાખવા મા આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!