DASADAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

પાટડી પોલીસે પારિવારિક ઝઘડામાં માતાથી અલગ થયેલા ચાર વર્ષના બાળકને પરત અપાવ્યો

તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાની પાટડી પોલીસે એક પારિવારિક ઝઘડામાં માતાથી અલગ થયેલા ચાર વર્ષના બાળકને તેની માતાને પરત અપાવ્યો છે પોલીસે અમદાવાદ પહોંચી માતા પુત્રનું મિલન કરાવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસો પહેલા પાટડી શહેરમાં એક પારિવારિક ઝઘડો થયો હતો પત્ની તેના માતા-પિતાના ઘરે પાટડી આવી હતી જ્યારે પતિ તેને લેવા આવ્યો ત્યારે પત્ની તેની સાથે ગઈ પરંતુ પતિ ચાર વર્ષના બાળકને લઈને જતો રહ્યો હતો બાળક વિના માતા રહી ન શકતા તેણે પાટડી પોલીસ મથકે અરજી કરી હતી આ અરજીના આધારે, પાટડી પીઆઇ બી.સી. છત્રાલિયાના માર્ગદર્શન હેઠળ પ્રવિણસિંહ ચાવડા અને દિપકભાઈ સહિતનો સ્ટાફ માતા અને તેના માતા-પિતાને સાથે રાખી અમદાવાદ પહોંચ્યો હતો પોલીસે પતિને સમજાવી ચાર વર્ષનું બાળક માતાને પરત અપાવ્યું હતું આ દરમિયાન પોલીસે પરિવાર વચ્ચે સુખદ સમાધાન થાય તેવા પણ પ્રયાસો કર્યા હતા દીકરી દ્વારા અન્ય કોઈ અરજી કરવામાં આવી ન હતી પોલીસે પરિવારને સમજાવ્યું કે પારિવારિક ઝઘડામાં થોડા દિવસ માટે ગુસ્સો રહેતો હોય છે પોતાનું બાળક પરત મળ્યા બાદ માતા અને તેના માતા પિતાએ પાટડી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!