GUJARATKHERGAMNAVSARI

ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળાના યજમાન પદે પાટી કેન્દ્રના સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 શનિવારે ઉત્સાહભેર યોજાયું હતું.

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

બાળકોમાં સંશોધનની જીજ્ઞાસા વધવા, નવી ટેક્નોલોજીનો પરિચય મળે અને પાંગરતી પ્રતિભાને વિકાસ માટે વિશાળ મંચ મળે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ વિષયક વિવિધ કક્ષાએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાતાં હોય છે. તે અનુસંધાને આ વર્ષનું પ્રદર્શન તોરણવેરા પ્રાથમિક શાળામાં સફળતાપૂર્વક યોજાયું હતું.પ્રદર્શન દરમ્યાન આધુનિક ટકાઉ ખેતી, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, ઇકોફ્રેન્ડલી ટેક્નોલોજી, નવીન ટેક્નોલોજી અને આરોગ્ય–સ્વચ્છતા એમ પાંચ વિષયક વિભાગોમાં વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી.બ્લોક કક્ષાએ મોકલવા માટે વિભાગવાર નીચેની કૃતિઓની પસંદગી કરવામાં આવી હતીઃઆધુનિક ટકાઉ ખેતી – પ્રા. શાળા કાકડવેરી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ – જામનપાડા પ્રા. શાળાઇકો ફ્રેન્ડલી ટેક્નોલોજી – દેશમુખ ફળિયા પ્રા. શાળાનવીન ટેક્નોલોજી – પ્રા. શાળા પાટીઆરોગ્ય અને સ્વચ્છતા – પ્રા. શાળા તોરણવેરાપસંદ થયેલી તમામ કૃતિઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.પ્રદર્શન માટે યોગેન્દ્રસિંહ પરમાર અને મહેશ્વરીબેન પટેલે નિયાયક્ષ તરીકે મહત્વપૂર્ણ સેવા આપી હતી. યજમાન શાળાના આચાર્યશ્રી ટંડેલસાહેબે આવકાર અને આભારવિધિનું નિર્વહન કર્યું હતું. તોરણવેરા ગ્રામ પંચાયતના સરપંચશ્રી સુનીલ દભાડીયા, માર્ગદર્શક શિક્ષકો, સીઆરસી, એસએમસી અધ્યક્ષ–સભ્યો તથા અનેક જિજ્ઞાસુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળ વૈજ્ઞાનિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

 

Back to top button
error: Content is protected !!