GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પાવાગઢ પરીક્રમા સમિતિના આયોજન દ્વારા તારીખ ૧૯ ડિસેમ્બર ના રોજ પાવાગઢ ડુંગર ની પરીક્રમા યોજાશે.

 

તારીખ ૧૪/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

તન અને મનથી માં શક્તિની ઉપાસના કરવાની એક તક અને શ્રેષ્ઠ સમય છે. સૌ કોઇએ આ પરીક્રમા કરવી જોઈએ: દિનેશ બારીઆ

પંચમહાલ જિલ્લાના સામાજીક આગેવાન દિનેશ બારીઆ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના સુપ્રસિદ્ધ મહાકાલી માતાજીના યાત્રાધામ પાવાગઢ ડુંગરની પરીક્રમાનો પ્રારંભ માગશર વદ અમાસ ને તારીખ ૧૯ ડિસેમ્બર ના રોજ થશે. વર્ષોથી પાવાગઢ પરીક્રમા સમિતિ દ્વારા પાવાગઢ ડુંગરની પરીક્રમા નું આયોજન કરવામાં આવે છે અને તમામ વ્યવસ્થાનું આયોજન નિ: શૂલ્ક રીતે રાખવામાં આવે છે. જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભક્તિ ભાવથી જોડાય છે અને આનંદ , ઉત્સાહ થી પરીક્રમા કરે છે. આ પરીક્રમાનો સમય બે દિવસનો હોય છે, ચાલું વર્ષે તારીખ ૧૯ ના રોજ પાવાગઢ ના ચાંપાનેર માં આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરે સવારે ૭ કલાકે આરતી કરીને પરીક્રમાનો પ્રારંભ થશે અને ૪૨ જેટલા કિલોમીટર ની પરીક્રમા બે દિવસમાં પુરી કરીને ૨૦ તારીખે સાંજે પૂર્ણાહૂતિ કરવામાં આવે છે.

પરીક્રમા ચાલતા ચાલતા પગપાળા થી કરવામાં આવે છે અને રાત્રી રોકાણની વ્યવસ્થા તાજપુરા શ્રી નારાયણ બાપુના આશ્રમ ખાતે કરવામાં આવે છે. પરીક્રમાના રુટ પર ઘણા ભાવિક ભક્તો દ્વારા પરીક્રમા વાસીઓ માટે ચા, નાસ્તો, સરબત, ફરાળી, જમવાનું જેવી ઠેર ઠેર વ્યવસ્થા રાખવામાં આવે છે અને સેવાનો લાભ લેવામાં આવે છે.

આ પાવાગઢ ડુંગરની પરીક્રમાનો વિશેષ પુણ્યલાભ મળે છે અને ઇચ્છિત મનોકામના અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થતી હોવાની શ્રદ્ધાળુઓની શ્રદ્ધા રહી છે. આ પરીક્રમાના અનુભવ વિશે વાત કરતા દિનેશ બારીઆએ જણાવ્યું છે કે, વર્ષમાં એકવાર દરેક વ્યક્તિએ પાવાગઢ પરીક્રમા કરવી જોઈએ તેનાથી મન ખુશ અને પ્રસન્ન રહે છે માતાજી પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને ઉપાસના વધે છે. કોઇપણ પ્રકારની અવગડતા પડતી નથી સૌએ આ પરીક્રમા માં જોડાવું જોઈએ જેમને પરીક્રમા માં જોડાવું હોય તેમને ૧૯ તારીખે સવારે ૭ કલાકે ચાંપાનેર વાઘેશ્વરી માતાજીના મંદિરે પહોંચવું. પોતાના આધારકાર્ડ ની એક ઝેરોક્ષ કૉપી પોતાની પાસે રાખવી બાકીની વ્યવસ્થા પાવાગઢ પરીક્રમા સમિતિ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!