ANJARGUJARATKUTCH

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક સંવર્ગ અંજાર દ્વારા શ્રી રામ સખીજી મંદિર ખાતે વિજયાદશમીના પાવન પર્વે શાસ્ત્ર એવં શસ્ત્ર પૂજનનો કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૧૩ ઓક્ટોબર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક સંવર્ગ અંજાર તાલુકા અને નગર દ્વારા શ્રી રામ સખીજી મંદિર અંજાર ખાતે વિજયાદશમીના પાવન પર્વે શાસ્ત્ર એવં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત ૐ કાર નાદ અને સરસ્વતિ વંદનાથી કરવામાં આવી. ત્યારબાદ સર્વે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. તમામનું શાબ્દિક અને પુસ્તક તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. શ્રી રામ સખીજી મંદિરનાં મહંતશ્રી કીર્તિદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા. ત્યારબાદ સૌ હોદ્દેદારો અને ઉપસ્થિત શિક્ષકશ્રીઓએ શાસ્ત્ર એવં શસ્ત્રનું પૂજન કર્યું. મુખ્ય વક્તા શ્રી અનિલભાઈ બાંભણિયા જાણીતા ધારાશાસ્ત્રીશ્રીએ પ્રેરક ઉદબોધન આપ્યું. અંતે મહિલા સંવર્ગના કૈલાસબેન કાંઠેચાએ આભારવિધિ કરી. આ કાર્યક્રમમાં અંજાર તાલુકા અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષશ્રી મયુરભાઈ પટેલ, મહામંત્રીશ્રી પિયુષભાઈ ડાંગર,અંજાર નગરના અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રી હસુભાઈ પરમાર તેમજ જિલ્લામાંથી કૈલાસબેન,વિનોદભાઈ,મહેશભાઈ, અમરાભાઈ તેમજ તાલુકા અને નગરના અન્ય હોદ્દેદારો સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશ દેસાઈની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!