વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે બ્રહ્માકુમારીઝ દ્વારા સુરેન્દ્રનગરમાં શાંતિ યાત્રાનું સફળ આયોજન

તા.24/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વર્લ્ડ મેડિટેશન ડે અને બ્રહ્માકુમારીઝ ગુજરાતના હીરક જયંતી મહોત્સવ નિમિત્તે ગુજરાત રાજ્ય વ્યાપી શાંતિ યાત્રાના ભાગરૂપે સુરેન્દ્રનગર ખાતે એક ભવ્ય શાંતિ યાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું વર્તમાન અશાંતિભર્યા વિશ્વમાં શાંતિના સંદેશને પ્રસારિત કરીને દરેક વ્યક્તિના અંતરમનમાં શાંતિની ચાહનાને પૂર્ણ કરવા હેતુ આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર બ્રહ્માકુમારી સેવા કેન્દ્રથી શરૂ થયેલી આ શાંતિ શોભાયાત્રા ભક્તિ નંદન સર્કલ, નવો ૮૦ ફૂટ રોડ સહિતના વિવિધ માર્ગો પર ફરી હતી અને તેનું સમાપન બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે થયું હતું આ પદયાત્રામાં બ્રહ્માકુમારીઝના હજારો શ્વેત વસ્ત્રધારી રાજયોગી ભાઈ-બહેનો એકસાથે ‘મૌનના મંત્ર’ સાથે શાંતિદૂત બનીને સામેલ થયા હતા યાત્રા દરમિયાન ‘શાંતિ જીવનનું સંગીત, સત્ય, શ્રેષ્ઠ શસ્ત્ર અને આત્માનો સ્વધર્મ તથા શ્રેષ્ઠ સંસ્કૃતિ છે તેવો દિવ્ય સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં સમસ્ત શાંતિપ્રેમી જનતાએ ઉત્સાહભેર સહભાગ લીધો હતો આ કાર્યક્રમ દ્વારા જીવનમાં શાંતિના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો કારણ કે શાંતિ એ આપણો સ્વધર્મ છે બ્રહ્માકુમારીઝના ભાઈઓ અને બહેનો દ્વારા દેશના વિવિધ શહેરો, જિલ્લાઓ અને તાલુકાઓમાં જઈને ઘરે ઘરે, શાળાઓમાં અને સંસ્થાઓમાં વિશ્વ શાંતિનો સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે.




