
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ: લીંભોઈ ગામના મુખ્ય માર્ગ પર ભારે વરસાદી પાણી ભરાતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વાળો આવ્યો
મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા છે. ખાસ કરીને લીંભોઈ ગામના મુખ્ય માર્ગ પર ભારે વરસાદી પાણી ભરાતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો પાણીથી છલકાતાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે.સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, ગામમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે થોડો પણ વરસાદ પડે તો રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. અનેક વખત ગ્રામજનોએ આ સમસ્યા અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી કોઈ ઠોસ પગલા લેવાયા નથી.સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે જો આવો વરસાદ વધુ વરસશે તો પાણી સીધું જ ઘરોમાં ઘૂસવાની શક્યતા છે. તેમણે તંત્રને તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરી, સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે.






