
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૪ જાન્યુઆરી : હાલમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેનુ પી.એમ.એલ. બહાર પડી ગયેલ છે. આચાર્યની ભરતી પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. આ સમયગાળા દરમિયાન સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર થયેલ છે, તો આ બંને ભરતી પ્રક્રિયામાં કોઈ આચારસંહિતાના કારણે વિધાર્થી કે શિક્ષણ હિતમાં કોઇ વિલંબ ન થાય તે ધ્યાનમાં રાખી, ચૂંટણી પંચમાં યોગ્ય રજૂઆત કરી, આયોજનબધ્ધ બાકીની તમામ પ્રકારની ભરતી પ્રક્રિયા વિધાર્થીઓ અને શિક્ષણના હિતમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે શિક્ષણ મંત્રી શ્રી ડૉ કુબેરભાઇ ડીંડોર તેમજ શિક્ષણ કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે. જેને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ આચાર્ય સંવર્ગ આવકારે છે, એવુ ABRSM-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવામા આવેલ હતુ.




