અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: હેલ્મેટ નહી તો કચેરીમાં પ્રવેશ નહિના આદેશનું પાલન ન કરનાર કર્મચારીઓ સામે RTO દ્વારા દંડનીય કાર્યવાહી
અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી નિમિતે ARO અધિકારીની ટીમ દ્વારા અરવલ્લી જિલ્લા સેવા સદન ના મુખ્ય ગેટ ખાતે હેલ્મેટ અને સીટ બેલ્ટ ની દ્રાઇવ યોજામાં આવી હતી. જેમાં ડ્રિચકી વાહન પર હેલ્મેટ વિના અને કારમાં સીટ બેલ્ટ પહેર્યા વિના કચરીમાં પ્રવેશ કરતા વાહન ચાલક કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે વાહન ચાલક કર્મચારીઓએ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેર્યા હોય એવા લોકોને ગુલાબનું ફૂલ આપી સન્માનિત અને હેલ્મેટ નહિ તો કચેરીમાં પ્રવેશ નહિ ના આદેશનું પાલન ન કર્મચારીઓમાં જાગૃતિ લાવવાનો RTO અધિકારીની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.આગામી દિવસોમાં પણ લોક જાગૃત અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા દ્રાઇવિ યોજવામાં આવશે હોવાનું RTO અધિકરીએ જણાવ્યું હતું.