GUJARATKUTCHMANDAVI

તબીબી ભથ્થાનો વિકલ્પ બદલવા ઈચ્છુક પેન્શનરોએ નિયત નમૂનામાં તિજોરી કચેરીએ અરજી કરવાની રહેશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ, તા -૨૧ ફેબ્રુઆરી : જિલ્લા તિજોરી કચેરી, ભુજ- કચ્છ ખાતેથી પેન્શન મેળવતા તમામ પેન્શનરશ્રીઓને જણાવવાનું કે, આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે જે પેન્શનર પોતાનો તબીબી ભથ્થાનો વિકલ્પ બદલવા માંગતા હોય તેઓએ જિલ્લા/પેટા તિજોરી કચેરી ખાતેથી નિયત નમૂના ફોર્મ પરિશિષ્ટ-૧(અ) મેળવીને તા.૧૦/૦૩/૨૦૨૫ સુધીમાં પુરતી વિગતો આધાર ભરીને રજૂ કરવાના રહેશે તેમ જિલ્લા તિજોરી અધિકારીશ્રી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!