
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજ : કુણોલ ગામે સ્મશાન માં ચાલુ વરસાદે અંતિમ ક્રિયા કરવા લોકો મજબુર, ટપકી રહ્યું પાણી અને સળગતી રહી ચિતા
હાલ પણ વ્યક્તિ ને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય તેવા ઘાટ અરવલ્લી જિલ્લામાં જોવા મળે છે. સરકાર ધ્વારા વિકાસના કામો માટે વિવિધ યોજનાઓ થકી રૂપિયા ફાળવવા માં આવે છે પરંતુ વિકાસ ક્યાં ગયો એના પર આમ જનતા સવાલો કરે છે. હાલ એક એવી ઘટના સામે આવી જેને લઇ સૌ કોઈ કંપી જશે
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અંતિમ યાત્રા એટલે કે સ્મશાન ની દયનીય હાલત જોવા મળી રહી છે. ગ્રામજનો માં પણ ભારે રોષ છે. જેમાં ગઈ કાલે અને આજે ગામ વિસ્તારમાં કુલ 2 મૃત્યુ થઈ ચૂકેલા હતા જેમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર મૃતદેહ ને અગ્નિદાન આપવામાં ગણી મુશ્કેલી વેઠવાનો વાળો આવ્યો હતો જેમાં ગ્રામજનો એ ચાલુ વરસાદે ભારે જહેમત બાદ અગ્નિ પ્રગટાવી હતી અને સ્મશાન ની વાત કરવામાં આવે તો સ્મશાનમાં આવેલ લોખંડના પતરાં નો શેડ સંપૂર્ણ તૂટેલી હાલતમાં હતો જેના કારણે મડદા પર વરસાદી પાણી ટપકતું રહ્યું હતું ત્યારે ગ્રામજનો માં ભારે રોષ સાથે વિડિઓ વાયરલ કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. સ્મશાનની દયનીય હાલત જોઈને વારંવાર પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ ઘ્યાને ન લેતું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. સાથે સ્મશાનમાં પાણી પડી રહ્યું છે જેમાં વરસાદી માહોલ વચ્ચે પણ એક નહીં 2 મૃતકનો ને અગ્નિદાન આપવા ગ્રામજનો મજબુર બન્યા છે. ત્યારે અહીં વિકાસ ની વાતો ફરી એક વાર નિષ્ફળ નીવડી હોય તેવો ઘાટ છે જેમા આ સ્મશાન ની હાલ છેલ્લા 3 વર્ષ આ જ પરિસ્થિતિ માં છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ બાબતે તંત્ર સજાગ બને અને ઝડપથી સ્મશાન નું સમારકામ કરાવે તે ખૂબ જરૂરી છે






