NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવતર અભિગમ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
પ્રભુની આરાધના સાથે યોગ નિદર્શન યોગમય રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું. રથયાત્રા દરમિયાન તમામ નવસારી જિલ્લો શારીરિક માનસિક અને આધ્યાત્મિક રૂપથી તદુરસ્ત, સ્વસ્થ અને સુંદર બને એ હેતુ થી પ્રથમ વખત સમગ્ર ગુજરાતમાં યોગમય રથયાત્રાની થીમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડએ નવસારી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન યોગ નિદર્શનનું આયોજન કર્યું હતું.

જે પૈકી નવસારી જિલ્લા યોગ કોચ, યોગ ટૈનર અને યોગ પ્રેમી ઓ દ્વારા રથયાત્રામા વિવિધ યોગ કૃતિ યોગ નિદર્શન કરવામાં આવ્યા હતા. અને હરેકૃષ્ણ મંત્ર સાથે યોગને દિનચર્યા બનાવવા માટેનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
યોગ કોચ દ્વારા રથ ખેંચીને,પ્રસાદ વિતરણ, રંગોળી અને વિવિધ સેવાઓમા પણ ભાગ લીધો હતો.  સમગ્ર આયોજન નવસારી જિલ્લા યોગ કોઓર્ડીનેટર ગાયત્રીબેન તલાટીએ ઇસ્કોન મંદિરના સંચાલક ટીમના મેમ્બર જયેન્દ્રભાઈ સાથે મળીને કરાવવામાં આવ્યું હતું. આયોજનમા મુખ્ય સેવા આપનાર કોચ કલ્પેશભાઈ પ્રજાપતિ, મિતેષભાઈ પટેલ, હંસરાજ ભાઈ રઘુવંશી, રવિભાઈ પરમાર, ડિમ્પલબેન ચાંપાનેરી, રીટાબેન કોર, અને યોગ ટ્રેનર સુનિલ ભાઈ,સીમાબેન, કૃતિ બેન, રેખા બેન,પરનીતા બેન અને તમામ યોગપ્રેમીઓએ ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!