સુરેન્દ્રનગર શહેરમાં રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓથી પ્રજા વંચિત

તા.07/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર રાજ્ય સરકાર એક તરફ છેવાડાના વિસ્તાર સુધી તમામ સુવિધાઓ પહોચી હોવાના દાવાઓ કરે છે તેમજ બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં જ લોકો જાણે પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોય તેવી સ્થિતિ છે સુરેન્દ્રનગર શહેરના નવા 80 ફૂટ રોડ પર આવેલી ઉમિયા ટાઉનશીપને બન્યા ને આજે આશરે 15 વર્ષથી વધારે સમય થઈ ગયો હોવા છતા પ્રાથમિક સુવિધાનો રહીશો મળતો નથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે નગરપાલિકાની લાલિયા વાળીના કારણે અહીયા હજુ સુધી 50 ટકા વિસ્તારમાં ન તો રોડ બન્યા છે ન તો વરસાદી પાણીના નિકાલની કોઇ સુવિધા છે ગટર વારંવાર બ્લોક થવાથી રોડ પર ગટરનું પાણી ફરી વળે છે તો ક્યારેક ક્યારેક તો લોકોના ઘરના મીઠાં પાણીના નળમાં પણ આવુ જ ગંદુ પાણી આવે છે ટાઉન શીપમાં છેલ્લા 15 દિવસથી વરસાદી પાણી ભરાયા છે છતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ના તો અહીં મુલાકાતે આવ્યા છે ના તો દવાનો છંટકાવ જેવી કોઇ કામગીરી છે ત્યારે આવી પરિસ્થિતીમાં હવે જો કોઇ પ્રકારનો રોગચાળો ફેલાય તો આ માટે જવાબદાર કોણ એ મોટો સવાલ છે અહીં માત્ર 3 શેરી સિવાયની અન્ય તમામ શેરીમાં હજુ સુધી રોડ બન્યા નથી સ્થાનિક રહીશો રજૂઆત કરવા જાય તો કોન્ટેક્ટર ન હોવાના બહાના હેઠળ નગરપાલિકાના સત્તાધિશો મનમાની કરે છે બીજી તરફ સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત તો કરી છે પરંતુ લોકોની આ સમસ્યા પ્રાથમિક સુવિધા ક્યારે મળશે તેવા સવાલો ઉભા થયા છે.



