ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ રોડ રસ્તા ને લઈને લોકો ત્રાહિમામ કમિશનર એસી ની બહાર આવો ના કોંગ્રેસ ના સુત્રાચાર.

આણંદ રોડ રસ્તા ને લઈને લોકો ત્રાહિમામ કમિશનર એસી ની બહાર આવો ના કોંગ્રેસ ના સુત્રાચાર.

તાહિર મેમણ – 02/07/2025 – આણંદના રસ્તા બીમાર પડી ગયા છે અને તેને આઇસોલેટ કરી કમિશનર સાહેબના ચેમ્બરમાં અમે એડમીટ કરવા માટે આવ્યા હતાં. સાથે ભાલેજ ઓવર બ્રિજથી ગ્રીડ ચોકડી સુધીનો આઇકોનિક રોડ કે જે 2.14 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે તે રોડ માત્ર 45 દિવસમાં તૂટી ગયો છે ત્યારે આ રોડ બનાવનાર જીજે પટેલ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી માંગ કરવા આવ્યાં છે.આણંદ શહેરમાં રોડ રસ્તા ઉપર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રસ્તા પરના ખાડાઓ પુરવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ રોડ રસ્તા પરના ખાડા પૂરવામાં આવતા ન હોવાથી એક જાગૃત યુવા નાગરિકે આજરોજ મહાનગરપાલિકા કચેરીમાં જઈ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.

હર્ષિલ દવે નામના જાગૃતિ યુવકે સ્ટ્રેચર ઉપર એક પૂતળું સુવડાવી તેના ફરતે રોડ પરના ખાડાઓના ફોટા ચોંટાડ્યા હતા અને આ પૂતળાને એક બોટલ ચઢાવી, શહેરના રસ્તા બીમાર પડ્યા હોવાનો સંદેશ આપ્યો હતો. હર્ષિલ દવે અને તેમના સમર્થકો ઉપરાંત અન્ય જાગૃત નાગરિકો આ સ્ટ્રેચર સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. પરંતુ પહેલેથી ત્યાં હાજર પોલીસે મહાનગરપાલિકા કચેરીના ગેટની બહાર તેઓને રોક્યા હતાં. જોકે, વિરોધકર્તાઓએ કમિશનરને આવેદન આપ્યા વિના અહીંથી નહીં હટીએ તેવી હઠ પકડી હતી અને “આણંદ મહાનગરપાલિકા…હાય હાય, કમિશનર…હાય હાય” ના ગગન ભેદી નારા લગાવ્યા હતા. વીસેક મિનિટ સુધી આ નારેબાજી ચાલ્યા બાદ પોલીસે નમતું જોખ્યું હતું અને વિરોધકર્તાઓને મહાનગરપાલિકા કચેરીમાં અંદર પ્રવેશ આપ્યો હતો.
વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરવા માંગ
તુલસી ગરનાળા વિસ્તારમાં રહેતા રીંકુબેન મેકવાન જણાવે છે કે મારા વિસ્તારની રજૂઆત માટે હું આ ગ્રુપ સાથે વિરોધમાં જોડાઈ છું. અમારા વિસ્તારના રસ્તાઓ બહુ જ ખાડાવાળા થઈ ગયાં છે. ત્યારે આ રસ્તાઓનું સમારકામ કરી અમને સુવિધા આપવામાં આવે.

Back to top button
error: Content is protected !!