વિજાપુર ઈદગાહ ખાતે મુસ્લીમ સમાજ ના લોકોએ ઈદ ની નમાજ અદા કરી કાળી પટ્ટી બાંધી યુ, સી. સી નો વિરોધ નોંધાવ્યો

વિજાપુર ઈદગાહ ખાતે મુસ્લીમ સમાજ ના લોકોએ ઈદ ની નમાજ અદા કરી કાળી પટ્ટી બાંધી યુ, સી. સી નો વિરોધ નોંધાવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના મુસ્લીમ સમાજે એક માસ ના રોજા અને નીફિલ તિરાવીહ ની નમાજ અને તિલાવત કર્યા બાદ ઈદ ચાંદ દેખાઈ જતા સવારે ઈદગાહ ખાતે ઈદુલ ફીત્ર ની નમાજ અદા કરી હતી. સરકાર દ્વારા વકફ બોર્ડ ને લઇને યુ સી.સી ની ચાલી રહેલી ગતિવિધિ ને લઈ મુસ્લીમ સમાજે ઈદગાહ ખાતે કાળી પટ્ટી બાંધી ને ઈદ ની નમાજ અદા કરી હતી. અને દેશ અને રાજ્ય ની શાંતી એકતા ભાઈચારા ની સલામતી માટે દુવા કરવા મા આવી હતી. ઈદગાહ ના મુખ્ય ટ્રસ્ટી દ્વારા ઈદ ની નમાજ પઢવા માટે આવેલ જનો માટે નમાજ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. નમાજ બાદ મુસ્લીમ સમાજ ના લોકોએ એકબીજા ને ઈદ મુબારક પાઠવી હતી. ઈદ ના પ્રસંગ મા હિન્દુ ભાઈઓ પણ ઈદ મુબારક ના સમયે જોડાઈ જતાં એકતા અને ભાઈચારા સાથે ઈદ ની ઉજવણી કરવા મા આવી હતી.




