વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ગ્રામ પંચાયત ખેરગામ દ્વારા ગૌચરની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી અન-અધિકૃત ઉપયોગ કરી સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રામ પંચાયતો માટે માર્ગદર્શિકા મુજબ ગ્રામીણ વિસ્તારોમાં ઘન કચરનું વ્યવસ્થાપન ન બાબતે વિવિધ કાર્યાલયો/વિભાગોમાં લાંબી લડત ના આધારે આખરે મોજે ગામ ખેરગામ, વેણફળિયાના રહીશો કચરો નાખતો બંધ કરવવામાં થયા સફળ ગ્રામ પંચાયત ખેરગામ દ્વારા મોજે ખેરગામ બજાર વિસ્તાર માંથી દૈનિક ધોરણે જે ઘન કચરો એકત્રિત કરવામાં આવે છે તે કચરા ને ગ્રામ પંચાયત ખેરગામ દ્વારા જે જ્ગ્યાએ ઠાલવવમાં આવે છે તે જમીન ગૌચરની જમીન છે ( બ્લોક/સર્વે નંબર-૧૧૪૮) અને આ જગ્યાની આજુબાજુ એટ્લે કે ૨૦ થી ૧૦૦ મીટર ના અંતરે વર્ષોથી રહેણાક ઘરો (વસ્તી) આવેલી છે. તેથી ગ્રામ પંચાયત ખેરગામ દ્વારા ગૌચરની જમીન ના ઉપયોગ માટેના સરકાર શ્રી તથા સર્વોચ્ચ અદાલત દ્વારા આપેલ વિવિધ દિશા નિર્દેશોનું સરેઆમ ઉલંઘન કરવામાં આવી રહ્યું હતું. ગ્રામ પંચાયત ખેરગામ ના જે તે વખત ના સરપંચશ્રી એ ગૌચરની જમીનના ઉપયોગ માટે કોઈ પણ સક્ષમ અધિકારીશ્રી ની પૂર્વ મંજૂરી લીધા વગર ગેરકાયદેસર રીતે ઠરાવ કરી ગૌચરની જમીન બ્લોક/સર્વે નંબર-૧૧૪૮ માં તમામ પ્રકારનો કચરો છૂટો પાડયા વિના નાખવાનું શરૂ કરેલ છે અને તે અંગે ની જાણ કે સંમતિ અસરગ્રસ્ત વિસ્તારના રહીશોની લીધેલ ન હતી. તદઉપરાંત ગ્રામ પંચાયત , ખેરગામ દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રામ પંચાયતો માટે ગ્રામીણ વિસ્તારોમાં ઘન કચરનું વ્યવસ્થાપન ની જે માર્ગદર્શિકા છે તેનું સરેઆમ ઉલંઘન કરવામાં આવી રહ્યું હતું. ઉપરોક્ત વિષયના અનુસંધાને મોજે ગામ ખેરગામ (વેણફળિયા) ના રહીશ એવા સુમિતકુમાર નવીનચંદ્ર પટેલે આ બાબતે માનનીય પ્રધાનમંત્રીશ્રી ના કાર્યાલય, નવી દિલ્હી, મુખ્ય મંત્રીશ્રી ના કાર્યાલય , ગાંધીનગર, જિલ્લા કલેક્ટરશ્રી , જિલ્લા કલેક્ટર કચેરી, કાલિયાવાડી, નવસારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત કચેરી, નવસારી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકાપંચાયત, ખેરગામ, મામલતદારશ્રી, મામલતદાર કચેરી, ખેરગામ , પ્રાંત અધિકારીશ્રી, વાંસદા, ગુજરાત પ્રદૂષણ બોર્ડ, નવસારી તથા તલાટી કમ મંત્રીશ્રી અને સરપચશ્રી, ગ્રામ પંચાયત, ખેરગામ ને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે છેલ્લા એક વર્ષથી વારંવાર લેખિતમાં તથા રૂબરૂ મુલાકાતો કરી અનેકવાર રજૂઆતો કરવા છતાં તથા PMO ,CMO દ્વારા દિશા નિર્દેશો આપવામાં આવેલ હોવા છતાં સક્ષમ અધિકારી દ્વારા આજદિન સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી. અને આ બાબતે તલાટી કમ મંત્રી શ્રી , ગ્રામ પંચાયત , ખેરગામ , તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પંચાયત, ખેરગામ તથા પ્રાંત અધિકારીશ્રી, વાંસદા દ્વારા તેમના ઉપલા અધિકારીઓને વારંવાર ખોટી માહિતી આપવામાં આવતી હતી અને આ ખોટી માહિતી બાબતે PMO, CMO, જિલ્લા કલેક્ટર કચેરી, નવસારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નવસારી . જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઓને વારંવાર લેખિત તથા મૌખિક ધ્યાન દોરવા છતાં ઉપલી કચરીઓના અધિકારીઓએ તેમને છાવરી કોઈપણ જાતની કાર્યવાહી ન કરી તેમની ફરજો પ્રત્યે ગંભીર બેદરકારી દર્શાવી હતી. આ પ્રશ્નનાઉકેલ માટે વેણફળિયાના રહીશો દ્વારા ગ્રામ પંચાયત, ખેરગામ ને વિશેષ ગ્રામ સભાના આયોજન માટે પાંચ વખત લેખિતમાં આવેદન આપવા છતાં સરપંચશ્રી, ગ્રામ પંચાયત , ખેરગામ દ્વારા વેણફળિયાના રહીશોને વિશેષ ગ્રામ સભા આપવામાં આવી ન હતી અને તેમની સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ બાબતે , તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકાપંચાયત, ખેરગામ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત કચેરી, નવસારી ને પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં તેમણે પણ આ બાબતને ગંભીરતાથી ન લઈ ગામ લોકોના તેમના ગ્રામ સભા માટેના અધિકારો ને અવગણી ને ગ્રામ સભાના આયોજન માટે સરપંચશ્રી, ગ્રામ પંચાયત , ખેરગામને કોઈ પણ જાતના આદેશો ન આપી તેમની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી હતી.છેવટે મોજે ગામ ખેરગામ (વેણફળિયા) ના રહીશ એવા સુમિતકુમાર નવીનચંદ્ર પટેલે માનનીય મુખ્ય મંત્રીશ્રી , ગાંધીનગર, ગુજરાત રાજ્યને આ બાબતની રજૂઆત કરવા માટે તારીખ ૨૪.૧૦.૨૦૨૪ ના રોજ રૂબરૂ મુલાકાત માટેની પરવાનગી માગી માનનીય મુખ્ય મંત્રીશ્રી , ગાંધીનગર, ગુજરાત રાજ્યનેરૂબરૂ મુલાકાત કરી આ તમામ હકીકતોથી વાકેફ કરવામાં આવ્યા હતા પરંતુ આ મુલાકાત દરમ્યાન વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયેલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત કચેરી, નવસારી જેઓશ્રી તે સમયે જિલ્લા કલેક્ટર, નવસારી ના પણ ચાર્જ સાંભળતા હતા તેઓશ્રીએ માનનીય મુખ્ય મંત્રીશ્રી , ગાંધીનગર, ગુજરાત રાજ્યને સદંતર ખોટી માહિતીથી અવગત કરેલ જે બાબતે સુમિતકુમાર નવીનચંદ્ર પટેલે ફરીથી માનનીય મુખ્ય મંત્રીશ્રી , ગાંધીનગર, ગુજરાત રાજ્યને રજૂઆત કરતાં માનનીય મુખ્ય મંત્રીશ્રીએ આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટર, નવસારીને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશો આપ્યા હતા અને તેના પરિણામે અધિક જિલ્લા કલેક્ટર, નવસારી એ સુમિતકુમાર નવીનચંદ્ર પટેલને તારીખ ૨૦.૧૧.૨૦૨૪ના રોજ તેમની નવસારી ખાતેની કચેરીએ રૂબરૂ બોલાવી ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા વેણફળિયા ખાતે આવેલ ગૌચરની જમીન બ્લોક/સર્વે નંબર-૧૧૪૮ માં જે કચરો ગેરકાયદેસર રીતે નાખવામાં આવતો હતો તે તારીખ ૨૧.૧૧.૨૦૨૪ ના રોજથી બંધ કરવવાવાની ખાતરી આપેલ અને આજરોજ તારીખ ૨૧.૧૧.૨૦૨૪થી ગ્રામ પંચાયત ખેરગામ ને તે બાબતે કચરો ન નાખવા નિર્દેશો કરવામાં આવેલ છે.આમ ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા વેણફળિયા ખાતે આવેલ ગૌચરની જમીન બ્લોક/સર્વે નંબર-૧૧૪૮ માં જે કચરો ગેરકાયદેસર રીતે નાખવામાં આવતો હતો તે બંધ કરાવવા માટે સુમિતકુમાર નવીનચંદ્ર પટેલને વિવિધ કાર્યાલયો/વિભાગોમાં કાયદાકીય રીતે ખૂબ જ લાંબી લડત આપવી પડી હતી. અને આ લડતમાં મોજે ખેરગામ વેણફળિયા ના અસરગ્રસ્ત વિસ્તારના રહીશો ને તેમણે પૂરેપૂરો સહકાર આપવામાં આવ્યો હતો.