DESARGUJARATVADODARA

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને આવેદન 

ડેસર પરમાર ચિરાગ

ડેસર તાલુકાના અનેક ગામોના નાગરિકોને યુવા એમ જ ડેસર તાલુકાના આમ આદમી પાર્ટી દ્વારા આસપાસના ગામોમાં હાઈ ટેન્શન વીજ લાઈન ના નામે મહાકાય વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં રાક્ષસી કદના 800 kv વીજ પોલો ઉભા કરવામાં આવી રહ્યા છે આવી જ પોલો ખેડૂતો માટે વિકાસનું પ્રતીક નહીં પરંતુ સીધી રીતે વિનાશ અને નુકસાનીનું કારણ બની રહે છે ખેડૂતોની સંમતિ વિના પૂરતો સર્વે કર્યા વગર અને ન્યાયસંગત વળતર આપ્યા વિના ખેતરોમાંથી હાઈ ટેન્શન લાઈન પસાર કર કરવી એ ખેડૂતોના બંધારણીય હકો પર સીધો હુમલો છે વીજ કંપનીઓને તંત્રીની મળતા વળથી ખેડૂતોને દબાવીને આ પ્રોજેક્ટ લાદવામાં આવી રહ્યા છે આવા વીજ પોલો ના કારણે ખેડૂતોને થતી ગંભીર નુકસાની ખેતી યોગ્ય જમીન બિન ઉપયોગી બની રહી છે પાક ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે ખેતી સાધનો અને મશીનો ચલાવવાનું મુશ્કેલ બન્યું છે માનવ જીવન અને પશુઓના જીવનને સતત જોખમ ઊભું થયું છે ખેતરની બજાર કિંમતમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે

Back to top button
error: Content is protected !!