વૈષ્ણવાચાર્ય ની હાજરીમાં ડેરોલ વૈષ્ણવ સમાજ દ્વારા ડેરોલ સ્ટેશન ખાતે ફૂલ ફાગ મનોરથ નું આયોજન કરવામાં આવ્યું.

તારીખ ૦૨/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ રવિવારે ડેરોલ સ્ટેશન ખાતે ગોવર્ધન નાથજી હવેલી ખાતે હોળીના રસિયા અને ફુલ ફાગ મનોરથ નુ આયોજન ડેરોલ વૈષ્ણવ સમાજ દ્વારા ગોવર્ધનનાથજી હવેલી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પુષ્ટિ ભકિત પ્રેરક પૂ. પા. ગો. 108 શ્રી રવિકુમારજી મહારાજશ્રી (મથુરા-કાંકરોલી-વડોદરા-ભરૂચ) , અ . સૌ શ્રીયાંગના વહુજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા સાંજના ૬ કલાકે ગોવર્ધનનાથજીના ભવ્ય દર્શન યોજાયા હતા ત્યારબાદ ફુલ ફાગ મનોરથ નું આયોજન કરવામાં આવ્યું હતું ડેરોલ સ્ટેશનના શ્રીકૃષ્ણ ભજન મંડળ દ્વારા સંગીતમય સુરાવલી દ્વારા ફુલફાગ રસપાન નું ગાન કરવામાં આવ્યું હતુ. સમગ્ર ડેરોલમાં વ્રજભૂમિ જેવો માહોલ સર્જાયો હતો ગુલાબના પાન દ્વારા વૈષ્ણવો હોળીનો ખેલ ખેલ્યા હતા. કાર્યક્રમ બાદ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.







