
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૬ ઓગસ્ટ : કચ્છ સંગ્રહાલય ભુજ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આંતરરાષ્ટ્રીય યુવા દિવસ (તા. ૧૨/૦૮/૨૦૨૪), સ્વતંત્રતા દિવસ (તા. ૧૫/૦૮/૨૦૨૪) તથા વિશ્વ ફોટોગ્રાફી દિવસ (તા. ૧૯/૦૮/૨૦૨૪) ને સાંકળીને કચ્છ સંગ્રહાલય, ભુજ દ્વારા “મારુ કચ્છ’ (An Entire Day with Art, Artist and Artisan.) કલા, કલાકાર અને કારીગર સાથે સમગ્ર દિવસ આ વિષય પર ફોટોગ્રાફી હરીફાઈનું ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત તા. ૦૬/૦૮/૨૦૨૪ થી તા. ૧૨/૦૮/૨૦૨૪ દરમિયાન સ્પર્ધકોએ પોતાની પસંદગીના, કલા, કલાકાર કે કારીગર સાથે સમગ્ર દિવસ દરમિયાન અહમ ભુમિકા દર્શાવતી ઓછામાં ઓછી ૨ થી પ ફોટોગ્રાફ સાથે પોતાની અનુભૂતિ શબ્દોમાં પરોવી (સ્ટોરી લાઈન) ફોટોગ્રાફીના માધ્યમથી રજૂઆત કરવાની રહેશે. તા. ૧૨/૦૮/૨૦૨૪ સુધીમાં ગુગલ ફોર્મ ભરી, પોતાના ફોટોગ્રાફ દરેક સ્પર્ધકે પોતાના સોશિયલ મીડિયા પેઈજ (જેવાં કે Instagram, Facebook, Twitter) પર અપલોડ કરી Kachchhmuseumin ને ટેગ કરીને #Kachchhmuseumin, #capativitingkachchh, #asanjokachchh, #anentireday, #WorldPhotographyDay, #World PhotographyDay2024 કરવાનું રહેશે. ફોટોગ્રાફી અને વિરાસત ક્ષેત્રના નિષ્ણાંત નિર્ણાયકોની સમિતી દ્વારા પંસદગી પામતાં બેસ્ટ ફોટોગ્રાફસનું પ્રદર્શન તા. ૨૦ થી ૨૩ સુધી સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી નિઃશુલ્ક જોવા મળશે. આ નિર્ણાયક સમિતી દ્વારા બેસ્ટ ૩ સ્પર્ધકને પ્રદર્શનનાં ઉદઘાટનનાં દિવસે એટલે કે તા. ૨૦ના રોજ નવાજવામાં આવશે તેમજ અન્ય સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે એવું કચ્છ સંગ્રહાલયના કયુરેટરની અખબારી યાદીમાં જણાવાયું છે.



