ધ્રાંગધ્રાનાં કંટવા ગામ નજીક કતલખાને લઇ જવાતા પશુઓ બચાવી પીકઅપ વાહન જપ્ત કરાઈ

તા.28/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કંટાવા ગામની સીમમાં જીવદયા પ્રેમીઓએ પીકઅપ ગાડીમાં કતલખાને લઈ જવાતા ચાર પશુઓને બચાવી પીકઅપના ડ્રાઈવર અને ક્લીનર સામે ધ્રાંગધ્રા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ધ્રાંગધ્રા ખાતે રહેતા અને સેવા તેમજ જીવદયા પ્રેમી નાગરભાઈ ચાવડા, અનોપસિંહ ઝાલા, ઝાલાભાઈ બળદેવભાઈ સહિતનાઓને હળવદથી એક બોલેરો પીકઅપમાં પશુઓને કતલખાને લઈ જવામાં આવતા હોવાની બાતમીના આધારે કુડા સહિત અલગ-અલગ જગ્યાઓ પર ઉભા રહી વોચ ગોઠવી હતી જે દરમિયાન કંટાવા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસેથી શંકાસ્પદ હાલતમાં એક બોલેરો કાર પસાર થતા તેનો પીછો કરી તેને રોકવી હતી બોલેરોની તલાસી લેતા તેમાં ક્રુરતાપૂર્વક પાણી તેમજ ઘાસચારાની સગવડતા વગર બાંધેલા 4 પશુઓ (ભેંસ) મળી આવી હતી જે અંગે પુછપરછ કરતા યોગ્ય જવાબો આપ્યા નહોતા અને વધુ પુછપરછ દરમિયાન બોલેરો ચાલક વસીમભાઈ રફીકભાઈ બાદલાણી તેમજ ક્લીનર કાદરભાઈ અહેમદભાઈ ભટ્ટી હોવાનું જણાવ્યું હતું આથી પશુઓ સહિત બોલેરોને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે લાવી ડ્રાયવર અને ક્લીનર સામે પશુધારા હેઠળ ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.




