GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

છાપરા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી ધર્મેશકુમાર ગજ્જરને “ENVIRONMENT CONSERVATION AWARD 2025” થી સન્માનિત કરવામાં આવ્યા

ગાંધીનગરની અર્લીબર્ડ IAS અને જ્ઞાન લાઈવના સહયોગથી ભારતના 14 રાજ્યમાંથી 120 જેટલા પર્યાવરણપ્રેમીઓની પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પસંદગી કરેલ જેમા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 60 વ્યક્તિઓની તથા અન્ય 14 રાજ્યોમાંથી 60 વ્યક્તિઓની પસંદગી કરેલ. જેમાં ગાંધીનગરના દહેગામ તાલુકાના રામાજીના છાપરા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી ધર્મેશકુમાર ડાહ્યાભાઈ ગજ્જરની પસંદગી થતા તેમને પૂર્વ સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી બહાદુરસિંહ સોલંકીના વરદહસ્તે “ENVIRONMENT CONSERVATION AWARD 2025” શિલ્ડ, પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ. શિક્ષકશ્રીની આ એવોર્ડ કાર્યક્રમ માટે સ્ટેટ કમિટી મેમ્બર તરીકે પણ પસંદગી થયેલ. સમગ્ર કાર્યક્રમ ગુ.માં.અને ઉ.માં.શિ.બોર્ડના મદદનીશ સચિવશ્રી પુલકિતભાઈ જોષીની પ્રેરણા અને માર્ગદર્શથી યોજાયેલ. જેમાં શિક્ષણવિદ્ અને પૂર્વ પ્રાચાર્ય ડાયેટ પાલનપુર શ્રી ગજેન્દ્રભાઈ જોષી, કેયુર પટેલ ઉપસચિવ શિક્ષણ, બી.જે.પાઠક નિવૃત્ત IFS ગીર ફાઉન્ડેશન, ડૉ.વિરેન્દ્ર રાવત ગ્રીન મેન્ટર, બ્લિશ વોટરપાર્કના માલિક મનુભાઈ ચોક્સી, ચકલી બચાવો અભિયાન ચલાવતાશ્રી રજનીશભાઈ પટેલ તથા સ્ટેટ કમિટીમાં મિનેષ પ્રજાપતિ, અશ્વિન પ્રજાપતિ, વિજયભાઈ, શૈલા જોષી, પ્રજ્ઞેશ પારેખે ઉત્કૃષ્ઠ કામગીરી કરી અભિનંદન પાઠવેલ.

Back to top button
error: Content is protected !!