વેજલપુર પોલીસે ગામના મદારીવાસમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓનેઝડપી પાડયા

તારીખ ૧૨/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ મદારીવાસમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને વેજલપુર પોલીસે પકડી પાડ્યા હતા મળતી માહિતી મુજબ વેજલપુર ગામે આવેલ મદારીવાસમાં જાહેરમાં પોતાના અંગત ફાયદા માટે પત્તા-પાનાંનો જુગાર રૂપિયા વડે ભેગા મળીને જુગાર રમી રમાડી રહ્યા હતા ત્યારે વેજલપુર પોલીસની ટિમ ઝાટકીને રેઇડ કરતા જુગાર રમતા જુગારીઓ સ્થળ ઉપરજ પકડાય ગયા હતા પકડાયેલા ઇસમોમાં ૧.રંગીતભાઈ રામાભાઈ વાઘરી રહે.નાયક સોસાયટી વેજલપુર ૨. મહેશભાઈ પ્રવીણભાઈ ચૌહાણ રહે.ખેડા ફળીયા વેજલપુર ૩.વિષ્ણુભાઈ દશરથભાઈ ચૌહાણ રહે.ઘૂસર તા.કાલોલ ૪.અનિતનાથ ભગાનાથ મદારી રહે.મદારીવાસ વેજલપુર ૫.સુનિલભાઈ ગણપતભાઈ પટેલ રહે.નાયક સોસાયટી વેજલપુર આમ જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે સ્થળ ઉપરથીજ દબોચી પાડ્યા હતા ત્યારે રેઇડ દરમિયાન દાવ ઉપર રોકડા કુલ રૂ.૩૨૪૦-/તથા પકડાયેલા ઇસમોની અંગ ઝડતીમાં રોકડા રૂપિયા.૯૨૬૦-/ કુલ રૂપિયા.૧૨૫૦૦-/ના મુદ્દામાલ સાથે જુગાર રમી રમાડતા કુલ પાંચ જુગારીઓને રેદ દરમિયાન પકડી પાડીને જુગાર ધારાની કલમ-૧૨ મુજબ વેજલપુર પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.





