ANANDANAND CITY / TALUKOGUJARAT
આણંદ – કાગળ-કાપડની થેલીઓનું વિતરણ, પ્લાસ્ટિક મુક્તિનો સંકલ્પ
તાહિર મેમણ – આણંદ – 28/052025 – આણંદ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ પખવાડિયાની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવી રહી છે. પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ મુક્ત ભારતના લક્ષ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લાના ગામડાઓને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાન હેઠળ શાકભાજીના નાના ફેરીયાઓ અને ગ્રામજનોને કાગળ અને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગ્રામપંચાયત કક્ષાએ ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં લોકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. લોકજાગૃતિ માટે ‘પ્લાસ્ટીકને કાઢો…ઇકો બેગ અપનાવો’ અને ‘પ્લાસ્ટિક સાથે નાતો તોડો’ જેવા સંદેશાઓ સાથે વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.