GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

પ્લેઝર કલર લેબ દ્વારા પ્લેઝન્ટ બાય-બાય નવરાત્રી

હાલારના ફોટોગ્રાફર-વિડીયોગ્રાફરના પરીવારજનો માટે થયુ ભવ્ય આયોજન

 

 

જામનગરની અંદર પ્લેઝર કલર લેબ નારણભાઈ પટેલ ધ્વારા આયોજીત જામનગર શહેર તથા જીલ્લાના તમામ ફોટોગ્રાફર્સ એન્ડ વિડીયોગ્રાફર્સના પરિવારજનો માટે ભવ્ય બાય – બાય નવરાત્રી – ૨૦૨૪ નુ આયોજન કરવામા આવ્યુ હતુ તા. ૧૯-૧૦-૨૦૨૪ને શનિવારના રોજ ટીવકલ ગાર્ડન રીસોર્ટમાં ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ આ આયોજનની અંદર જામનગર શહેર તથા જીલ્લાની ફોટોગ્રાફર્સની સંસ્થાઓનો પણ સહયોગ મળેલ હતો જેમા જામનગર ફોટોગ્રાફર્સ એસોસીએશનના પ્રમુખ ધર્મેશભાઈ રાવલ તથા તેમની ટીમ અને મેમ્બરો તથા પ્રોફેશન ફોટોગ્રાફર્સ કલબના પ્રમખ રૂષીકેશ જોષી તેમની ટીમ તથા તેમના મેમ્બરો તથા ઈમેઝીગ ફોટોગ્રાફર્સ એસો. પ્રમુખ કુમારભાઈ ગોહીલ તેમની ટીમ અને તેમના મેમ્બરો તેમજ સુરભી ફોટો ગ્રુપના બીપીનભાઈ મશરૂ તથા કમિટિ મેમ્બરો ધ્રોલ ફોટોગ્રાફર્સ એસો. પ્રમુખ જીતુભાઈ તથા તેમની ટીમ ધ્વારા પ્રોગ્રામમાં ભાગ લેવામા આવેલ હતો.

આ પ્રોગ્રામની અંદર જામનગરના સાંસદ  પુનમબેન માડમનો શુભેચ્છા સંદેશ મળેલ હતો તેમજ જામનગર ૭૮ના ધારાસભ્ય બેનશ્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહયા હતા, તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીનો પણ શુભેચ્છા સંદેશ મળેલ હતો. જીતુભાઈ લાલનો પણ શુભેચ્છા સંદેશ મળેલ હતો. તેમજ જામનગર શહેરના મેયરશ્રી વિનોદભાઈ ખીમસુર્યા તેમજ શહેર ભા.જ.૫.ના પ્રમુખ વિમલભાઈ કગથરા તથા જે.એમ.સી.ના તમામ પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રોગ્રામની અંદર જામનગર શહેર તથા જીલ્લાના આશરે ૭૦૦ થી ૮૦૦ ફોટોગ્રાફર્સ પરિવારો ભાગ લઈને આ પ્રોગ્રામને ભવ્ય રીતે સફળ બનાવ્યો હતા આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે પ્રોજેકટ ટીમના રાજુભાઈ યાદવ તથા બિપીનભાઈ મશરૂ તેમજ પ્રહલાદ સિંધવ ધ્વારા જહેમત ઉઠાવામાં આવી હતી તેમજ પ્લેઝર કલબ લેબની મેનેજર  કેતનભાઈ પટેલની યાદી જણાવે છે.

_______________________

—-regards

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!