આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે યોજાયો
મહેસાણા જિલ્લાના ૨,૫૫,૯૮૯ ખેડૂતોને રૂ.૫૧.૧૯ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા



આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેકવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને મળ્યો છે. આ યોજનાઓના અસરકારક અમલીકરણના કારણે આજે ખેડૂતો સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યા છે. ખેડૂતોને ખાતર, બિયારણ સહિતની ખરીદીમાં મદદ મળી રહે તે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં વર્ષે રૂપિયા ૬,૦૦૦ની સહાય ખેડૂતોને આપવામાં આવે છે. જેનો ૨૦મો હપ્તો આજે પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ખેડૂતોને મળવાનો છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોની સંબોધતા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર કિસાનો માટે સતત ચિંતા કરતી રહે છે. ભારત સરકાર ખેડૂતોની મુશ્કેલીઓને દૂર કરવા પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ખેડૂતોને સહાય આપતી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે ખેડૂતોને નફાકારક ખેતી માટે મદદરૂપ બની રહી છે.
આ પ્રસંગે મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ, મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય શ્રી ડૉ.સી.જે.ચાવડા, જિલ્લા કલેકટરશ્રી એસ.કે.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ હસરત જૈસમીન, ગણપત યુનિવર્સિટીના ટ્રસ્ટીશ્રી જયંતિભાઈ પટેલ, એસ.કે રાયકા, ખેતી નિયામકશ્રી એસ. એસ. પટેલ સહિત ખેતીવાડી, બાગાયત અને આત્મા વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.



