GUJARATJUNAGADH

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના : ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને રૂ. ૧૦ લાખ સુધીની લોન સહાય મળશે

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના : ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને રૂ. ૧૦ લાખ સુધીની લોન સહાય મળશે

અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ જે ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે અને આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમના માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ વિદ્યાલક્ષ્મી યોજના કાર્યરત છે.કેન્દ્ર સરકારે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે વર્ષ ૨૦૨૪ – ૨૫ થી વર્ષ ૨૦૩૦-૩૧ માટે ૩૬૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ યોજના અંતર્ગત ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને રૂ. ૧૦ લાખ સુધીની લોનમાં ૩ ટકા વ્યાજ માફી મળશે.આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે કોઈપણ જાતના ગેરંટર વગર લોન મળશે. રૂ. ૮ લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ યોજના રૂ. ૧૦ લાખ સુધીની લોન પર ૩ ટકા વ્યાજ મુક્તિ પણ પ્રદાન કરશે.એટલું જ નહીં જે પરિવારની વાર્ષિક આવક રૂ. ૪.૫ લાખ કરતા ઓછી છે તેમને વ્યાજ ભરવામાંથી મુક્તિ મળશે.આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓનું એડમિશન એનઈઆરએફ રેન્કિંગ ધરાવતી શૈક્ષણિક સંસ્થામાં થયેલું હોવું જોઈએ.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેવાડા ના નાગરિકોના જીવનમાં પરિવર્તન આવે, નાણાની મુશ્કેલીને લીધે કારકિર્દીમાં કોઈ તકલીફ ના પડે તે માટે આશીર્વાદરૂપ યોજનાઓમાંની આ એક મહત્વની યોજના છે.ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને તબીબી સહિતની કારકિર્દીમાં મોટી રાહત મળે તે માટે આ એક અગત્યની યોજના છે. જેને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.પીએમ વિદ્યાલક્ષ્મી યોજના સરળ, પારદર્શક, વિદ્યાર્થી-મૈત્રીપૂર્ણ અને સંપૂર્ણ ડિજિટલ એપ્લિકેશન પ્રક્રિયા દ્વારા સુલભ બનાવવામાં આવી છે. આ યોજનાના ઉદેશ સામાન્ય પરીવારના તેજસ્વી વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં મદદરૂપ મળી રહે એ માટે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ની મહત્ત્વપૂર્ણ પહેલ છે. જેમાં એવી ભલામણ કરવામાં આવી હતી કે, સરકારી અને ખાનગી એમ બંને પ્રકારનાં હાયર એજયુકેશન ઈન્સટીટયુટમાં વિવિધ પગલાં મારફતે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવી જોઈએ. પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ કોઈપણ વિદ્યાર્થી કે જે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થા માં પ્રવેશ મેળવે છે, તે ટ્યુશન ફી અને અભ્યાસક્રમને લગતા અન્ય ખર્ચની સંપૂર્ણ રકમને આવરી લેવા માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી કોલેટરલ ફ્રી, ગેરેન્ટર ફ્રી લોન મેળવવા માટે પાત્ર બનશે.આ યોજનાનું સંચાલન સરળ, પારદર્શક અને વિદ્યાર્થીઓને અનુકૂળ સિસ્ટમ મારફતે કરવામાં આવશે, જે આંતર-કાર્યક્ષમ અને સંપૂર્ણપણે ડિજિટલ હશે.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!