GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસ સ્ટેશનમાં સોની અને ધીરધાર કરનાર વેપારીઓની બેઠક મળી. વેપારીઓને સતર્કતા રાખવા પોલીસની અપીલ.
તારીખ ૧૧/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને સોનુ દિવસે દિવસે મોંઘુ થઈ રહ્યું છે ત્યારે કાલોલ પોલીસ મથકે સિનિયર પીઆઇ આર ડી ભરવાડ દ્વારા સમગ્ર ગામના સોની વેપારીઓ અને નાણાં ધીરધાર કરનાર વેપારીઓની બેઠક યોજી હતી અને લેવડ દેવડ દરમ્યાન સાવચેતી રાખવા, નાણાની હેરફેર કરવાની થાય ત્યારે ખીસા કાતરૂઓ , ચેન સ્નેચરો થી બચવા અગમચેતી રાખવા દુકાનોમાં સીસીટીવી કેમેરા રાખવા અંગેની જાણકારી આપી હતી.