વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના આવેલ ઉનાઈ ખાતે રહેતા આદિવાસી સમાજના મસીહા વાંસદા ચીખલીના યુવા ધારાસભ્ય અનંત પટેલ કેવડિયા ખાતે ત્યાંના લોકોના ધંધા રોજગારી હટાવતા આદિવાસી વિસ્તારના આગેવાનો સાથે આવેદન પત્ર આપવા માટે કેવડિયા જવાના હતા એ પહેલા એક દિવસ પહેલા રાત્રીના સમય પોલીસનો ખડકલો ગોઢવી દેવામાં આવ્યો અને નજર કેદ કરતા ત્યાં જતા અટકાવ્યા હતા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ આજે કેવડિયા ખાતે આદિવાસી ગરીબ પરિવારો રોજગારી મેળવી રહ્યા હતા જ્યાં ડિમોલેશન કરતા આવેદન પત્ર આપવા માટે સમાજના આગેવાનો ની હાજરીમાં નીકળવાના હતા પરંતુ
એક દિવસ પહેલા રાત્રીના સમય પોલીસના માણસો ગોઢવી દેવાયા હતા અને પી.આઇ.એન.એમ.આહીર પી.એસ.આઇ. તથા પોલીસ સ્ટાફ સાથે અનંત પટેલના ઘરે પહોંચી નજર કેદ કરી કેવડિયા જતા રોકવામાં આવ્યા હતા આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ પૂરો થતા નજર કેદ હટાવી પોલીસ નીકળી ગઈ હતી