સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં યુવક પર ફાયરિંગ કરનારા શખ્સોને પોલીસે ઝડપી લીધા

તા.21/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારી અને ફાયરિંગ હત્યા જેવી ઘટનાઓ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ગુનેગારોમાં પોલીસનો ડર ન હોય તે પ્રકારના બનાવો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં બની રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલા સુધારા પ્લોટમાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના બની છે જેમાં ઈસમો સ્કોર્પિયો કાર્ડ લઈ સુરેન્દ્રનગર આવ્યા ચાર જેટલા ઈસમો સ્કોર્પિયો કાર લઈ સુરેન્દ્રનગર આવ્યા હતા અને ત્યારબાદ સુરેન્દ્રનગર સુધારા પ્લોટ વિસ્તારના યુવકને સાથે બેસાડી અને ત્યારબાદ ફાયરિંગની ઘટના અને મારામારીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ઘટનામાં ઈમ્તિયાઝ માલાણી નામના યુવકને ગોળી વાગતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અંદાજિત ત્રણ રાઉન્ડ જેટલા ફાયરિંગ કરવામાં આવ્યા છે ત્યારે ફારૂક ભટ્ટી ઇરફાન ભટ્ટી અને ભટ્ટી અને રમજાન ભટ્ટી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અંગત અદાવતમાં અને જૂના ઝઘડાના કારણે ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે જોરાવનગર પોલીસ દ્વારા ફાયરિંગ કરનારા પાંચ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફારુક ભઠ્ઠી પોતે થાનમાં નામચીન બુટલેગર હોય અને અન્ય ગુનાહિત ઇતિહાસમાં પણ સામેલ હોવાનું તપાસમાં ખુલ્યું છે હાલની પરિસ્થિતિમાં ઇજાગ્રસ્ત યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો હતો ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર પણ જપ્ત કરવામાં આવી છે આ ઉપરાંત હથિયારોમાં પિસ્તોલ તેમજ દેશી કટ્ટુ છરી જેવા ઘાતક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે અને ઝડપાયેલા તમામ ઇસમોની કડક પૂછપરછ જોરાવનગર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે તાજેતરમાં ગુજરાત રાજ્યમાં આઇપીએસઓની બદલી થઈ છે ત્યારે હજુ સુરેન્દ્રનગર જિલ્લામાં નવા ડીએસપી હાજર નથી થયા ત્યાં આવી ફાયરિંગની ગંભીર ઘટનાઓ બની રહી છે ત્યારે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા સંભાળવા માટે નવા આવનાર એસપીને પણ લોઢાના ચણા ચાવવા બરાબરની પરિસ્થિતિ થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.





