GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા કથિત લકી ડ્રો કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

તા.24/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢમાં શ્રી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે યોજાયેલા કથિત લકી ડ્રો કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે આ સાથે આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની કુલ સંખ્યા 8 થઈ ગઈ છે આ મામલે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી આ સમગ્ર મામલો અમરાપર ગામની શ્રી કૃષ્ણ ગૌશાળાના નામે આયોજિત લકી ડ્રો સાથે સંબંધિત છે નિર્ધારિત સમય મર્યાદામાં ડ્રો ન યોજીને લોકો સાથે 3 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી શરૂઆતમાં 7 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તપાસ દરમિયાન વધુ એક વ્યક્તિનું નામ ખુલ્યું હતું થાન પોલીસે ગણતરીના દિવસોમાં જ તમામ આઠેય આરોપીઓને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા આરોપીઓમાં રામદાસ મહત્યાગી ઉર્ફે રામદાસ, હીરા ગ્રામભડિયા, લગધીર કારેલીયા, સુરેશ ઝરવરિયા, મેરા ડાભી, નરશી સોલંકી, રમેશ ઝેઝરીયા અને અશ્વિન કારેલીયાનો સમાવેશ થાય છે હાલની સ્થિતિ મુજબ, ઝડપાયેલા આરોપીઓ પૈકી 6 શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા છે જ્યારે 2 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં વધુ પૂછપરછ હેઠળ છે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ રોકાણકારોમાં તેમના રોકાયેલા નાણાં પરત મળવા અંગેની ચિંતા હજુ પણ પ્રવર્તી રહી છે હજારો રોકાણકારો ન્યાય અને તેમના નાણાંની વહેલી તકે પરત મળવાની અપેક્ષા રાખી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!