GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના કરોલી ગામે છોકરી ભગાડી જવાના મુદ્દે છોકરાના ઘરમાં આગ ચાંપી દેતા ચાર ઇસમો સામે પોલીસ ફરિયાદ

તારીખ ૨૫/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના કરોલી પગી ની મુવાડી ગામે રહેતી કલ્પનાબેને તે રમેશભાઈ ચંદુભાઈ ડાભીની પત્ની તે સાલમસિંહ સોમસિંહ સોલંકીની દીકરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પોતાના પિતા સાલમસિંહ સોમસિંહ સોલંકીના પિતાનાં ઘરની બાજુ માં પોતાના કાકા અર્જુનસિંહ સોમસિંહ સોલંકી નું ઘર આવેલ છે અને તેઓનો છોકરો નામે સંજયભાઈ અર્જુનસિંહ સોલંકીના ઘોંઘંબા તાલુકાના નિકોલા ગામે રહેતા ગણપતભાઇ બિજલભાઇ પટેલની છોકરી સાથે પ્રેમ સબંધ હોય જેથી તેઓ બંને ભાગી ગયેલ જેથી નિકોલ ગામના છોકરીના પિતા ગણપતભાઇ બિજલભાઇ પટેલ તથા તેના કાકા નાનાભાઈ બિજલભાઈ પટેલ તથા તેમના ઘરના કાળુભાઈ ફતાભાઈ પટેલ તથા એમના સબંધી કરોલી મલવાણ ફળીયામાં રહેતા અલ્પેશભાઇ અર્જુનભાઈ પટેલ આ ચારેય જણાં ફરીયાદીના કાકા અર્જુનસિંહ ના ઘરે આવેલા અને તેઓએ તેમની છોકરીને ભગાડી જવા બાબતે અર્જુનસિંહ ને કહેલ કે તમારો છોકરો અમારી છોકરીને ભગાડી લઈ ગયેલ છે તો તમે ગમે ત્યાથી શોધી લાવો તેવી વાત કરેલી જેથી ફરિયાદીના કાકા અર્જુનસિંહ એ તેઓને કહેલ કે હું તમારી છોકરીને શોધી લાવી તમોને પરત લાવી આપીશ જેવુ કહેતા.આ ત્યાથી ચારેય જણા જતાં રહેલા ત્યારે ફરીયાદી ત્યાં હાજર હતી.ગતરોજ તારીખ ૨૪/૦૩/૨૦૨૪ના રોજ હોળીનો તહેવાર હોય સાંજના ફરિયાદી પોતાના પિતાના ઘરના માણસો તથા પોતાના કાકાના ઘરના માણસો ફળીયામાં હોળીએ ગયેલા અને ફરીયાદી એકલી ઘરે હતી તે વખતે આશરે આઠેક વાગ્યે કેટલાક માણસો મોટરસાઇકલ લઈને ફરીયાદીના પિતા ના ઘર પાસે આવેલ અને તેઓની મોટરસાયકલ ઊભી રાખેલ અને તે મોટરસાઇકલ ઉપર થી ઉપરોક્ત ચારેય શખ્સો નીચે ઊતરી ફરીયાદી પાસે આવેલા અને આ લોકો અગાઉ તેઓની છોકરીની તપાસમા ઘરોમાં આવેલા જેથી ફરિયાદી તેઓની સારી રીતે ઓળખતી હોય મને છોકરી ના પિતા ગણપતભાઇ એ કહેલ કે મારી છોકરી ને ભગાડી જનાર છોકરા સંજયનું ઘર બતાવ તેમ કહેતા ફરીયાદીએ અર્જુનભાઈ નું ઘર બતાવતા આ ચારેય જણા એકદમ ગુસ્સામાં આવી અને ત્યાં ઘરની બાજુમાં પડેલ ઘાસના પૂળા લઇ તેને દિવાસળી થી સળગાવી ઘરની ઉપર નાખી આ ચારેય જણાંએ ફરિયાદીના કાકનુ ઘર સળગાવેલ અને થોડીવારમાં ઘરમાથી ધુમાંડો નીકળતા જોતજોતાંમાં આખું ઘર સળગવા લાગેલ જેથી ફરિયાદીએ બૂમાબૂમ કરતાં અર્જુનસિંહ આવી જતાં આ સામાવાળા ગાળો બોલી કહેવા લાગેલ કે છોકરી આપી દો નહી તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપતા હતાં. એટલામાં ફળીયાના બીજા માણસો આવી જતાં આ ચારેય જણા તેમની મોટરસાયકલો લઈ ને ભાગી ગયેલા અને મોટરસાયકલ નો નંબર અંધારૂ હોય જેથી વાંચી શકાયેલ નહી અને બૂમાબૂમ થતાં ઘરના માણસો આવી જતાં પાણી ની મોટરો ચાલુ કરી ઘરને પાણી છાંટી આગ બુજાવેલ અને આગ લગાડવાથી ઘરમાં મુકેલ ઘર વખરી નો સામાન તથા ઘાસ ના ધાસ-પુળા તેમજ ગોદડી માં મૂકેલા આશરે ૧૦૦૦૦/-રોકડા, આગમાં બળી જતાં આશરે રૂપિયા ૫૦૦૦૦/-જેટલા નું નુકસાન કરેલ જે અંગેની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે ઉપરોક્ત ચાર શખ્સો વિરુદ્ધ નોંધાવતા પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!