GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના સણસોલી ગામે ઠપકો આપવાની નજીવી બાબતે ગડદાપાટુનો માર મારતાં નોંધાઈ પોલીસ ફરિયાદ.

 

તારીખ ૨૬/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સણસોલી ગામના વચલુ ફળિયા ટેકરા ખાતે રહેતા ભીમસિંહ પ્રભાતસિંહ રાઠોડ દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ વિગત અનુસાર ગઇ તારીખ ૨૦/૦૯/૨૦૨૫ નારોજ બપોરના આશરે સાડા ચારેક વાગે નદીમાંથી પોતાના ઘરે જતો હતો તે વખતે આરોપી બચુભાઈ મંગળસિંહ રાઠોડ ફરિયાદીના ઘરના પાછળના વાડામાં ઉભેલ હતા.તેઓએ કહેલ કે નું અહીથી કેમ જાય છે. તેમ કહેતા ફરિયાદ કહ્યું હું મારા વાડામાં થઈ ને ઘરે જાઉ છુ તુ મને કેમ અહીંથી નીકળવાની ના પાડે છે તેમ કહી તેને ઠપકો આપેલો તે પછી ફરિયાદી ઘરે આવતો રહેલ અને સાજના પાચેક વાગ્યે ફરિયાદી ઘરે હાજર હતો તે વખતે આરોપી બચુભાઈ મંગળસિંહ રાઠોડ ફરીયાદી નાં ઘરે આવી ખોટી ખોટી માબેન સમાણી ગાળો બોલી કહેલ કે હુ તારા ખેતરમા ઉભો હતો તેમા શું બગડી ગયુ તે મને કેમ ઠપકો આપેલ છે તેમ કહી તેના હાથમાની લાકડી ફરિયાદી ભીમસિંહ પ્રભાતસિંહ રાઠોડ ને ડાબા હાથના કાડાના ભાગે મારી ગડદાપાટુનો માર મારવા લાગેલ જેથી બુમાબુમ કરતા આરોપી બચુભાઈ મંગળસિંહ રાઠોડે ફરીયાદી ને મારી નાખવાની ધમકીઓ આપતા આપતા ત્યાંથી જતા રહેલ તે પછી ફરિયાદી એ રાતના ૧૦૮ ને ફોન કરી બોલાવી ત્યારબાદ ૧૦૮ દ્વારા કાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે દવા સારવાર માટે લાવેલ અને વધુ સારવાર માટે ગોધરા સિવીલ હોસ્પિટલમા ગયેલ જ્યાં ફરજ પરના ડોક્ટર એ દવા સારવા૨ કરી હતી જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં બચુભાઈ મંગળસિંહ રાઠોડ વિરુધ્ધમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!