GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલના કણેટીયા ગામની નર્મદા કેનાલના પાણીમાં મરણ પામેલ 18 વર્ષીય યુવકની લાશ મળી આવતા પોલીસે તપાસ કરી
તારીખ ૨૭/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ગામે પટેલ ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ વિક્રમભાઈ પટેલ ઉ. વ.૧૮ ને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય પરંતુ આ યુવતી નો સંબંધ બીજી જગ્યાએ થવાથી તેઓને મન દુઃખ થવાથી લાગી આવતા તે ૨૧/૦૪/૨૫ ના રાત્રે ૯ કલાકે મોટર સાયકલ લઇ ઘરેથી નીકળી બામરોલી બાયપાસ જાઉં છું તેવું કહીને નીકળેલ જે મળી આવ્યા ન હતા અને તા ૨૫/૦૪ ના રોજ બપોરે ૧૨ કલાકે કાલોલ ની કનેટીયા પાસે નર્મદા કેનાલના પાણીમાંથી મરણ પામેલ હાલતમાં મળી આવેલ. જેથી પ્રેમ સંબંધમાં પોતાની જાતે નર્મદા કેનાલના પાણીમાં પડી ડૂબી જવાથી મરણ પામ્યા હોય કાલોલ પોલીસ મથકે જયંતીભાઈ વિક્રમભાઈ પટેલ દ્વારા જાહેરાત કરતા પોલીસે એડી નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.