અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓને ટાળવા માટે પોલીસે 6 માર્ગીય નેશનલ હાઇવે પર વિશેષ ઝુંબેશ હાથ ધરી
અરવલ્લી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓને ટાળવા માટે પોલીસે 6 માર્ગીય નેશનલ હાઇવે પર વિશેષ ઝૂ્બેશ હાથ ધરી છે.હાઈવે પર ટ્રક સહિત ભારે વાહનો માટે બીજી લેન નક્કી કરવામાં આવી છે.બીજી લેન સિવાય વાહન ચલાવતા ચાલકોને દંડ કરવાની સાથે રેંજમાં પ્રથમ પ્રયોગ અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ માટે શાળા, કૉલેજ તેમજ ટ્રક ચાલકો રોકાણ કરતા હોય, તેવા ઢાબા અને હોટેલ ખાતે પોલિસ દ્વારા ટ્રક ચાલકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લા પોલિસ અને RTO ના સંયુકત ઉપક્રમે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.સમગ્ર માહિતી એચ. પી. પંડ્યા, આસિ. RTO ઈન્સ્પેક્ટર, અરવલ્લી દ્વારા તેમજ જિલ્લા ટ્રાફિક પોલિસ દ્વારા આપવામાં આવી હતી જેમાં ટ્રાફિક પોલિસ અધિકારી એમ એમ માલીવાડ તેમજ LCB પી આઈ ગરાસિયા સહીત પોલિસ કર્મચારીઓ હાજર રહ્યા હતા