BHUJGUJARATKUTCH

પોલીસ ઓબ્ઝર્વરશ્રી તથા જનરલ ઓબ્ઝર્વરશ્રીએ ભુજ એન્જિનિયરીંગ કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમ તથા મત ગણતરી સેન્ટરની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ, તા-23 એપ્રિલ  :  ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૧-કચ્છ(અ.જા.) સંસદીય મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટેની તારીખો જાહેર કરવામાં આવેલી છે. જે મુજબ કચ્છ જિલ્લામાં મતદાનની પ્રક્રિયા તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ હાથ ધરવામાં આવનારી છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ભારતના ચૂંટણી આયોગ કચ્છમાં પાંચ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આજરોજ પોલીસ ઓબ્ઝર્વરશ્રી, ૨-જનરલ ઓબ્ઝર્વરશ્રી દ્વારા ભુજ એન્જિનિયરીંગ કોલેજ ખાતેના ઇવીએમ સ્ટ્રોંગરૂમ તથા મત ગણતરી કેન્દ્રની મુલાકાત લઇને સમગ્ર કામગીરીની સમીક્ષી સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.પોલીસ ઓબ્ઝર્વરશ્રી સુનીલ કુમાર મીનાને ૧-અબડાસા, ૨-માંડવી, ૩-ભુજ, ૪-અંજાર, ૫-ગાંધીધામ, ૬-રાપર અને ૬૫-મોરબી મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે નિમણૂક થયેલા છે. જનરલ ઓબ્ઝર્વરશ્રી અમર કુશવ્હાને ૧-અબડાસા, ૨-માંડવી, ૩-ભુજ, ૪-અંજાર મતદાર વિભાગ તથા જનરલ ઓબ્ઝર્વરશ્રી બચનેશ કુમાર અગ્રવાલને ૫-ગાંધીધામ, ૬-રાપર અને ૬૫-મોરબી મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે નિમણૂક થયેલા છે. ત્યારે આજરોજ ત્રણે ઓબ્ઝર્વરશ્રીએ એન્જીનીયરીંગ કોલેજ ખાતે વિધાનસભા વિસ્તાર વાઇઝ બનાવેલા ઇવીએમ,વીવીપેટ સ્ટ્રોંગરૂમ, બેલેટપેપર સ્ટ્રોંગરૂમ, મીડિયા રૂમ, ઓબ્ઝર્વર રૂમ, કાઉન્ટીંગ સેન્ટર, કંટ્રોલ રૂમ વગેરેની મુલાકાત લીધી હતી. આ સમયે તેમણે ઇવીએમની સુરક્ષા તથા મતગણતરી સમયે યોગ્ય રીતે કામગીરી થઇ શકે તે માટે ભરાયેલા જરૂરી સુરક્ષા તથા વ્યવસ્થાપન ની સમીક્ષા કરી હતી. આ સાથે સિકયોરીટી તથા કાઉન્ટીંગ સમયે કોઇ સમસ્યા ન થાય તે માટે જરૂરી સુચના સાથે માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઇ, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ તથા અન્ય ચૂંટણીલક્ષી કામગીરીના સંદર્ભે નિમણૂંક થયેલા નોડેલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!