તા.૦૫.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:દાહોદના સંજેલી તાલુકાની પીડિત મહિલાને આત્મા નિર્ભર માટે ફતેપુરા નગરમાં વેજીટેબલ અને ફ્રુટ ની દુકાન ખોલી આપતી પોલીસ
સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામે બનેલી ઘટનાના પડઘા દાહોદ જિલ્લામાં પડ્યા હતા તેને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી પીડિત મહિલાની ન્યાય મળે તે માટે દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલા દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તમામ આરોપીઓને પકડીને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે ત્યારે પીડિત મહિલા આત્મા નિર્ભર બને તે માટે ફતેપુરા નગરમાં ફૂટ અને વેજીટેબલ ની દુકાન ખોલી આપવામાં આવી છે સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામે બનેલી ઘટનાને લઇ આરોપીઓને પકડીને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે ત્યારે મહિલા ને ન્યાય મળે તેમ જ મહિલા આત્મનિર્ભર બની શકે અને ફરીથી પોતાનું જીવન જીવી શકે તે માટે પોલીસ દ્વારા મહિલાને આત્મ નિર્ભર બનવા માટે ફ્રુટ અને શાકભાજીની દુકાન ફતેપુરા નગરમાં બસ સ્ટેશન પાસે ખોલી આપવામાં આવી છે ફતેપુરા બસ સ્ટેશન પાસે આવેલ એક દુકાનમાં ૧૧ માસનો કરાર કરીને સીસીટીવી ફૂટેજ દ્વારા નિગ્રાણી રાખીને ફ્રુટ તેમજ શાકભાજીની દુકાન ખોલી આપવામાં આવી છે આ મહિલા પોતાના જીવન નિર્વાહ માટે શાકભાજી તેમજ ફ્રુટ નું વેચાણ કરી પોતાનું જીવન સુખદ પસાર કરે તે હેતુથી પોલીસ ની સી ટીમની નજર હેઠળ આ દુકાન ખોલી આપવામાં આવી છે આ દુકાનમાં એક મહિના સુધી ચાલે તેટલું ફ્રુટ તેમજ શાકભાજી હોલસેલ વેપારીઓ પાસે ઓછામાં ઓછા દરે ખરીદી આ મહિલાને આપવામાં આવી છે તદ ઉપરાંત આ મહિલા સાથે કોઈ ગેરરી કે ગેરવર્તણુક ન થાય તે માટે લાઈવ સી.સી.ટી.વી ફૂટેજ દ્વારા સી ટીમની નજર હેઠળ સતત નજર રાખવામાં આવશે દાહોદ જિલ્લામાં રહેતી દરેક માં -દિકરીઓનુ પીયરીયુ પોલીસ છે જે પણ બેન દિકરી સાથે દુર્વ્યવહાર કર્યો કે થશે તેનાં માટે તેમનાં ભાઈ તૈયાર છે બહેન દિકરીને માન સન્માન કરવામાં આવશે.